ગુજરાત
News of Monday, 21st May 2018

ફરિયાદી શૈલેષ ભટ્ટ એન્ડ કંપની સામે ભયંકર ગુન્હાઓ દાખલ

નલીન કોટડીયાના આરોપો સાચાઃ અંતે પિયુષે સીઆઈડી સમક્ષ બનાવટી આઈટી અફસરો બની આવેલા શખ્સોએ હથીયાર બતાવી પોતાનુ અપહરણ થયાની સનસનાટી ભરી કબુલાત કરીઃ બીટકોઈન્સ કંપનીના એક સમયના સુરતના એડમીનીસ્ટ્રેટર ધવલ માવાણીનું પગેરૂ મેળવવા ટોળકી દ્વારા અપહરણ થયેલઃ ફરીયાદીના નાણા પણ એ કંપનીમાં ફસાયેલાઃ રાજકોટના ભટ્ટબંધુઓ વગેરેની પણ મહત્વની ભૂમિકા ખુલ્લીઃ બોલીવુડ અને હોલીવુડની ફિલ્મોને ટક્કર મારે તેવી સત્ય કથામાં મૂળ સુધી પહોંચેલી આશિષ ભાટીયા ટીમે સુરતમા ગુન્હા દાખલ કરાવ્યાં

રાજકોટ, તા. ૨૧ :. બોલીવુડની કોઈ હિન્દી જાસૂસી ફિલ્મને ટક્કર મારે તેવી બીટકોઈન્સ ટ્રાન્સફર મામલાની બીટકોઈન્સ પાર્ટ-૨ની તપાસમાં સીઆઈડી વડા આશિષ ભાટીયાના સીધા માર્ગદર્શનમાં ચાલતી તપાસમા ચોંકાવનારા વણાંકો સાથે પિયુષ સાવલીયા નામના શખ્સની સનસનાટીભરી કબુલાત આધારે ફરીયાદી શૈલેષ ભટ્ટ અને તેના રાજકોટના ભટ્ટબંધુઓ સહિતના એક સાથીદાર સહિત સમગ્ર ટોળકી સામે સુરત યુનિટમાં ગુન્હાઓ દાખલ થયાનું સૂત્રો જણાવે છે.

ફરારી પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયા દ્વારા સનસનાટી ભર્યા નિવેદન કરી ફરીયાદી શૈલેષ ભટ્ટ દ્વારા બીટકોઈન્સ મામલે પિયુષ સાવલીયા નામના શખ્સનું અપહરણ થયાનું ચોંકાવનારૂ બ્યાન આપવામાં આવેલ. આશ્ચર્યજનક રીતે જેનુ અપહરણ થયાનું કોટડીયા દ્વારા કહેવાયેલ તેવા પિયુષ સાવલીયાએ પોતાનું કોઈ અપહરણ ન થયાની કબુલાત આપી હતી. આમ છતા દરેક બાબતો ઝીણવટથી અને કલાકોની પૂછપરછ બાદ સત્ય બહાર લાવવા માટે રાજ્ય પોલીસ તંત્રમાં જાણીતા ડીજીપી કક્ષાના સીઆઈડી વડા આશિષ ભાટીયાએ પિયુષ સાવલીયાની ઉલટ તપાસ કરી હતી. સીઆઈડીની ઉલટ તપાસમાં પિયુષ સાવલીયા ટકી શકયો ન હતો અને પોતાના અપહરણની કબુલાત આપી હતી.

સીઆઈડી સમક્ષ પિયુષ સાવલીયાએ એવી કબુલાત આપી હતી કે, ધવલ માવાણી નામના શખ્સની ભાળ મેળવવા માટે શૈલેષ ભટ્ટ તથા તેની કંપનીએ પોતાનુ અપહરણ કરેલ. સૂત્રોના કથન મુજબ આરોપીઓ બનાવટી આઈટી ઓફિસર બન્યાની અને રીવોલ્વર તંકાયાની પણ કબુલાત આપી હતી. જેની ભાળ મેળવવા માટે પિયુષનુ અપહરણ થયેલ તેવો ધવલ માવાણી સુરતમાં એક સમયે બીટકોઈન્સ કંપનીનો એડમીનીસ્ટ્રેટર હતો. નોટબંધી બાદ સુરતમાં મોટા ઉદ્યોગકારો અને કેટલાક હીરાના વેપારીઓ તથા અન્ય મોટા માથાઓ અને કેટલાક રાજકારણીઓએ બીટકોઈન્સમાં રોકાણ કરેલ. આ રોકાણમાં શૈલેષનું પણ રોકાણ હતું. દરમિયાન કંપની બંધ થઈ અને એડમીનીસ્ટ્રેટર નાસી ગયો. શૈલેષ ભટ્ટનું પણ મોટુ રોકાણ હોવાથી પિયુષ મારફત ધવલનો પત્તો મેળવી કરોડો રૂપિયાના બીટકોઈન્સ પડાવી લીધાનો આક્ષેપ કરતા આ આક્ષેપમાં સીઆઈડીને તથ્ય જણાતા ચોકકસ પુરાવા આધારે આ કાર્યવાહી કરી હતી.(૨-૫)

(11:57 am IST)