News of Sunday, 20th May 2018
વલસાડમાં બ્રિજરાજદાન ગઢવીના ડાયરામાં નોટોનો વરસાદ વરસ્યો : રૂપિયા ગણવા કાઉન્ટિંગ મશીનની વ્યવસ્થા કરવી પડી
વલસાડઃ વલસાડમાં બ્રીજરાજદાન ગઢવીના ડાયરામાં નોટોનો વરસાદ વરસ્યો હતો આ ડાયરામાં અંદાજે 50 લાખનો વરસાદ થયો હોવાનું કહેવાય છે રૂ. 50, 200 અને 500ની નોટોનો વરસાદ થતા આ રૂપિયા ગણવા માટે સ્પેશ્યલ કેશ કાઉન્ટિંગ મશીનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
વલસાડ જિલ્લાના કલવદા ગામમાં આયોજિત એક કાર્યક્રમમાં રૂપિયાનો વરસાદ થયો છે. આ કાર્યક્રમમાં બ્રીજરાજદાન ગઢવી પર લાખો રૂપિયા ઉડ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં બ્રીજરાજદાન ગઢવી અને ગીતા રબારી પણ ગાયક તરીકે ઉપસ્થિત હતા.
(6:06 am IST)