ગુજરાત
News of Wednesday, 21st April 2021

નર્મદા જિલ્લાના દરેક તાલુકા મથકે ઉભા કરાયેલ કોવીડ કેર સેન્ટરમાં તમામ વ્યવસ્થા ઉભી કરવા ડેડીયાપાડા ધારાસભ્યની ના.મુખ્યમંત્રીને રજુઆત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગામડાઓમા કોરોના વાયરસના સંક્રમીત દર્દીઓ તથા અન્ય બિમારીના દર્દીઓની સંખ્યા વધારે છે .નર્મદા જિલ્લાની એક માત્ર રાજપીપળાની  કોવીડ હોસ્પીટલ ખાતે પુરતો સ્ટાફ, ઓકિસજન અને વેન્ટીલેટરની પુરતી વ્યવસ્થા ન હોવાથી અગવડ પડે છે . જેના કારણે લોકો બિમાર હોવા છતા કોવિડ ટેસ્ટ કરાવવા આવતા નથી. કેટલાક દર્દીઓ પોતાની સગવડ પ્રમાણે વડોદરા, સુરત , ભરૂચ , અંકલેશ્વરની ખાનગી હોસ્પીટલો માં દાખલ થાય છે,ત્યાં સમયસર સારવાર ન મળવાથી અને પુરતી વ્યવસ્થાના અભાવે આખરે જીવ ગુમાવો પડે છે . જેને ધ્યાને લઈ નર્મદા જિલ્લાના દરેક તાલુકા મથકે ઉભા કરાયેલ કોવીડ કેર સેન્ટરોમાં તમામ વ્યવસ્થા જેમકે પુરતો કવોલીફાઈડ ડોકટરો મેડીક્લ સ્ટાફ , દવાઓ , ઓકિસજન , વેન્ટીલેટર , પાણી , ચા - નાસ્તો , ભોજન , સાફ - સફાઈ , બેડની પુરતી વ્યવસ્થા ઉભી કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ દ્વારા સુપરવિઝન અને સંકલન કરવામાં આવે તેવી રજુઆત ડેડીયાપાડા ધારાસભ્ય મહેશભાઈ વસાવાએ ના.મુખ્ય મંત્રી નીતિન ભાઈ પટેલ ને એક પત્ર રૂપી કરી છે.

(10:16 pm IST)