ગુજરાત
News of Wednesday, 21st April 2021

ગુજરાતમાં કરોનકાળ દરમિયાન યોજાનારા લગ્ન પ્રસંગમાં સરકારની ગાઈડલાઈનુ ચુસ્ત પાલન કરવા જિલ્લા પોલીસવડા આશિષ ભાટીયાનો આદેશ : ગ્ન પ્રસંગે મહેમાનોની સંખ્યા બાબતે કડક વલણ અપનાવવામાં આવશે

ગાંધીનગર : હાલમાં 0112-19ની મહામારી સમગ્ર રાજયમાં ફેલાયેલી છે. આ અનુસંધાને સરકારશ્રી દ્રારા અલગ અલગ પ્રકારની 500 બહાર પાડવામાં આવેલી છે. જેમાં

ખાસ કરીને હાલમાં લગ્ન ગાળાની સીઝન હોવાથી ઘણા લગ્ન પ્રસંગ યોજાઈ રહ્યા છે. જે સંદર્ભે સરકારશ્રી દ્રારા લગ્ન પ્રસંગોમાં માત્ર ૫૦ લોકોને જ હાજર રાખવા ગાઈડલાઈન બહાર પાડવામાં આવેલ છે.

આ અનુસંધાને રાજય પોલીસ વડાશ્રી આશીષ ભાટિયા દ્વારા તમામ જીલ્લા/શહેરના

પોલીસ વડાશ્રીઓને સુચના આપવામાં આવેલ છે કે, આવા લગ્નમાં ૫૦થી વધુ સંખ્યામાં લોકો હાજર ન રહે તે સુનિશ્ચિત કરવું. સાથે સાથે પોલીસ વિભાગ તરકથી જાહેર જનતાને અપીલ પણ કરવામાં આવી છે કે કોરોના મહામારીની ગંભીરતાને ધ્યાને લઈને લોકો સ્વયંભુ સરકારશ્રીની ૫૦ વ્યકિતઓની હાજરીની ગાઈડલાઈનનું પાલન કરે. જો કોઈ જગ્યાએ આ ગાઈડલાઈનનો ભંગ થતો ધ્યાને આવશે તો પોલીસ દ્વારા ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા પણ સુચના આપવામાં આવેલ છે. ખાસ કરીને લગ્ન સમારૅભ ગોઠવવા માટેના રજીસ્‍ટ્રેશન માટે રાજય સરકારશ્રીનું જે પોર્ટલ છે તેની યાદી પણ પોલીસ કઠ્વારા મેળવવામાં આવશે. અને પોર્ટલ ઉપરથી મળેલ યાદી પ્રમાણેના લગ્ન સમારૈભમાં જરૂર પડયે સ્થાનિક પોલીસ દ્વારા ચેકોંગ હાથ ધરી નિયત સંખ્યા કરતાં વધુ સંખ્યામાં

લોકો હાજર નથી તે સુનિશ્ચિત કરવામાં આવશે.

પોલીસ દ્વારા કોવીડ અનુસંધાને વધુ કડક કાયંવાહી સતત ચાલુ છે. જેમાં છેલ્લા

સસાહમાં પોલીસ ક્રારા થયેલ કામગીરી નીચે પ્રમાણે છે.

(8:37 pm IST)