ગુજરાત
News of Wednesday, 21st April 2021

બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર ખનનની પ્રવૃતિ કરનાર સામે તંત્રએ દંડનીય કાર્યવાહી હાથ ધરી 830.51કાખનો દંડ વસુલ્યો

મહેસાણા:પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં બેરોકટોક ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ આચરવામાં આવે છે. ખનીજ માફીયાઓ બેફામ રોયલ્ટીની ચોરી કરીને બિનઅધિકૃત ખનન કરી રહ્યા હોવા છતાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ક્યારેક ખપ પુરતી કામગીરી કરી સંતોષ માનવામાં આવે છે. જેના લીધે આ વિસ્તારોમાં ખનીજ  માફીયાઓને છુટોદોર મળ્યો છે. અગાઉ વિજાપુર નજીક સાબરમતી નદીના પટમાં, વિસનગર, સતલાસણા તેમજ મહેસાણા હાઈવે ઉપર તપાસ ટીમ ઉપર હુમલાના કિસ્સા પણ બન્યા છે. ખનન માફીયાઓની વકરેલી દાદાગીને કારણે તંત્રએ કરેલી દંડનીય કાર્યવાહી સામે ૪૦ ટકાથી વધારે વસુલાત પણ થઈ શકેલ નથી. વિધાનસભામાં રજુ કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન મહેસાણા જિલ્લામાં ગેરકાયદેસર ખનનના ૨૭૫ કિસ્સામાં રૃા. ૮૩૦.૫૧ લાખનો દંડ કરવામાં આવ્યો હતો. પરંતુ માત્ર રૃા ૪૪૫.૫૮ લાખની જ વસુલાત થઈ છે. બનાસકાંઠામાં ૭૫૦ કિસ્સામાં રૃા. ૨૩૫૧.૫૯  લાખનો દંડ સામે રૃા. ૯૬૨.૦૩ લાખ અને પાટણમાં ૩૨૩ કિસ્સામાં રૃા. ૬૧૨.૯૬ લાખના દંડ સામે રૃા ૫૧૮.૩૫ લાખની વસુલાત તંત્ર દ્વારા કરવામાં આવી છે. નોંધપાત્ર છે કે ખનીજ માફીયા દ્વારા દંડની રકમ નિયમિત સમયમાં ભરપાઈ ન કરતા હોવા છતાં કાયદાની જોગવાઈ મુજબ તેમની સામે કાર્યવાહી કરવામાં તંત્રની ઉદાસીનતા નજરે પડે છે.

(5:06 pm IST)