ગુજરાત
News of Sunday, 21st April 2019

કરજણના રારોદ ગામે જુગટુ રમતા બે જુગારી ઝડપાયા બે ફરાર

 

પાલેજ – નારેશ્વર રોડ પર આવેલા કરજણ તાલુકાના રારોદ ગામમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે કરજણ પોલીસે રારોદ ગામના ખત્રી ફળીયાની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં લીમડાના ઝાડ નીચે ચાર ઇસમો જુગાર રમતા હોઇ તેઓને કોર્ડન કરી છાપો મારતા હેમંત ઇશ્વર વસાવા રહે. રારોદ તથા પ્રહલાદ ભીખા વસાવા રહે. ઓઝ ઝડપાઇ જવા પામ્યા હતા.

જ્યારે વિજય ચંદુ વસાવા તેમજ દિનેશ બચુ વસાવા રહે. ઓઝ નાઓ પોલીસને ચકમો અાપી ફરાર થઇ ગયા હતા. ઝડપાયેલા બંનેની પોલીસે અંગઝડતી લેતા તેઓ પાસેથી રૂપિયા ૧,૦૨૦ તથા દાવ ઉપરના ૧૦,૪૫૦ મળી કુલ રૂપિયા ૧૧,૪૭૦ સાથે ઝડપી લઇ ચારેવ વિરૂધ્ધ જુગાર ધારા એક્ટ હેઠળ કરજણ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(3:36 pm IST)