ગુજરાત
News of Sunday, 21st April 2019

ભરૂચના શુકતીર્થ ગામે ભાજપની સભામાં ૪૦ લોકોઅે કેશરીયો ખેચ ધારણ કર્યો

ભરૂચ : લોકસભાની ચૂંટણીમાં અંતિમ તબક્કાનો પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે ગઈ કાલે ભાજપની પ્રચાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા, પ્રદેશ ના મહામંત્રી ભારત સિંહ પરમાર, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા,જિલ્લા ભાજપના મહામંત્રી ધર્મેશ ભટ્ટ તેમજ ભરુચ જિલ્લા ના પ્રમુખ યોગેશ પટેલ ની આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.આ પ્રસંગે વિવિધ ગામના 40 જેટલા લોકો ભાજપમાં જોડાયા હતા. જેઓને આગેવાઓએ ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા.

અત્રે ઉલ્લેખનિય છે કે ભરૂચ તાલુકાની પૂર્વ પટ્ટીના ગામો આમ તો ભાજપનો ગઢ રહ્યા છે પરંતુ આજે કોંગ્રેસ ને ઠાકોર સાથે જોડાયેલ કેટલાક આગેવાનો ભાજપમાં જોડાતા આ વિસ્તારમાં ભાજપ વધુ મજબૂત બનશે એમ લાગી રહ્યું છે.

(3:35 pm IST)