ગુજરાત
News of Sunday, 21st April 2019

અમદાવાદના નિકોલમાં હાર્દિક પટેલની સભામાં 4થી 5 લોકોએ હોબાળો મચાવ્યો :પાંચને પોલીસે સ્ટેશને જવાયા

 

અમદાવાદના નિકોલમાં કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન પટેલના સમર્થનમાં યોજાયેલી સભામાં અલ્પેશ કથિરિયાના બેનર પોસ્ટર સાથે ધસી આવેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો

  હાર્દિક પટેલની સભામાં બંદોબસ્તમાં હાજર પોલીસકર્મીઓએ જણાવ્યું કે સભામાં 4થી 5 લોકોએ હોબાળો મચાવ્યો હતો. અલ્પેશ કથીરિયાનો ફોટો લઇને આવેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો.  

  ઘટનામાં પાંચ લોકોને પોલીસ સ્ટેશન લઇ જવાયા છે. બીજી બાજુ શુક્રવારે હાર્દિક પટેલે પોલીસ કમિશનરને પત્ર લખ્યો હતો. પત્રમાં હાર્દિક પટેલે સભામાં સુરક્ષા આપવામાં માટે અપીલ કરી હતી

(12:03 am IST)