News of Saturday, 21st April 2018
અમદાવાદના બાપુનગરમાંથી દેહવેપાર કરતી 3 રૂપલલનાઓને ઝડપી લેતી અમદાવાદ પોલીસ : ગ્રાહક થઈને આવેલા અન્ય ૬ લોકો ની પણ થઈ ધરપકડ
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ઝોન-5ની ડીસીપી સ્ક્વોડે અચાનક રેડ પાડતા સેક્સ રેકેટનો પર્દાફાશ થઈ ગયો છે. મોડી સાંજે અમદાવાદ પોલીસને બાતમી મળતા ઝોન-5ની પોલીસ ટુકડી બાપુનગર દોડી ગઈ હતી, જ્યાં રાતની રોશનીમાં ચાલી રહેલા દેહવેપાર પરથી પોલીસે પડદો હટાવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી 6 આરોપીઓની ધરપકડ કરી છે, જેમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ 3 રૂપલલનાઓની પણ અટકાયત કરી પૂછતાછ હાથ ધરવામાં આવી છે.
(11:42 pm IST)