ગુજરાત
News of Saturday, 21st April 2018

નડિયાદ નજીક પોલીસે બે બુટલેગરોને પોણા બે લાખના દારૂના જથ્થા સાથે ઝડપ્યા

નડિયાદ: શહેરમાંથી દારૂની બદીને નાથવા એલસીબી પોલીસે હાથ ધરેલા અભિયાનમાં વધુ બે બુટલેગરો પાસેથી પોણા બે લાખનો વિદેશી દારૂ મળી આવ્યો છે. પોલીસે આ બંન્ને ઈસમોની પુછપરછ હાથ ધરી છે.
નડિયાદ શહેરમાં દારૂની હેરાફેરીને નાથવા માટેના અભિયાન દરમિયાન વિવિધ ઠેકાણેથી દારૂની બોટલો સાથે બુટલેગરો પકડાઈ રહ્યાં છે. ગત રાત્રિના પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે નડિયાદ સિવિલ કેનાલ પાસે આવેલ સુંદરપુર રેલ્વે ફાટક નજીક રહેતા હર્ષદભાઈ રાવજીભાઈ તળપદા વિદેશી દારૂનો વેપલો કરે છે. જેથી પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં હર્ષદભાઈના મકાનમાંથી દારૂની બોટલ નં ૧૫૩૬,એક્ટિવામાંથી ૯૬ નંગ ક્વાર્ટર તેમજ અન્ય બોટલો મળી કુલ રૂ.૧,૭૦,૪૦૦ નો દારૂ મળી આવ્યો છે. પોલીસે એક્ટિવા નં જીજે ૦૭ સીએચ ૩૬૦૬ કિંમત રૂ.૩૦,૦૦૦, મોબાઈલ ફોન રૂ.૧૦૦૦ મળી રૂ.૨,૦૧,૪૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે હર્ષદ તળપદાની સાથે સાથે સ્થળ પરથી ઘનશ્યામભાઈ ઉર્ફે સ્વામી વિઠ્ઠલભાઈ શર્મા (રહે અંજલી કોમ્પલેક્ષ, નડિયાદ)ની પણ ધરપકડ કરી છે.
નોંધનીય છે કે હર્ષદ તળપદા આઠ મહિના અગાઉ દારૂ સાથે પકડાયો હતો. જ્યારે ઘનશ્યામભાઈ શર્મા અગાઉ બે વાર પશ્ચિમ પોલીસમાં પકડાયા હતાં. આમ બંન્ને દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યાં તે બાબતે પોલીસ તપાસ કરી રહી છે.

(6:09 pm IST)