ગુજરાત
News of Sunday, 21st March 2021

કેવડિયા કોલોની ખાતે પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાની મહિલા ફૂટબોલ સ્પર્ધાનો પ્રારંભ

હોકીના ભીષ્મ પિતામહ મેજર ધ્યાનચંદના પુત્ર ભારતીય હોકીના પૂર્વ હોકી પ્લેયર અશોક ઘ્યાનચંદ તેમજ ફૂટબોલ ચાહકોની ઉપસ્થિતિ

નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાની મહિલા ફૂટબોલ સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી.ઉદ્ઘાટન પ્રસંગે ભારતીય મહિલા ફૂટબોલ સંસ્થાના અધ્યક્ષ અને અમદાવાદના સાંસદ કિરીટ સોલંકી, હોકીના ભીષ્મ પિતામહ ગણાતા મેજર ધ્યાનચંદના પુત્ર ભારતીય હોકીના પૂર્વ હોકી પ્લેયર અશોક ઘ્યાનચંદ તેમજ ફૂટબોલ ચાહકોની ઉપસ્થિતિમાં 42 મી રાષ્ટ્રીય સીનીયર ફૂટબોલ ટુનામેન્ટ આરંભ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમની શરૂઆત પ્રસંગે મહિલા ફૂટબોલ રાષ્ટ્રીય સ્પર્ધાની ટ્રોફીઓનું અનાવરણ કરવામાં આવ્યું છે.ટુર્નામેન્ટની શરૂઆતમાં પંજાબ અને આસામની ટીમો વચ્ચે મેચ રમાડવામાં આવી હતી.આ પ્રસંગે કિરીટ સોલંકીએ જણાવ્યું હતું કે રમતગમત ક્ષેત્રે આગળ આવ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેલો ઇન્ડિયા સંદેશ સાથે રમતગમતને પ્રોત્સાહન મળે અને ભારત પણ ઓલમ્પિકમાં સારું પ્રદર્શન કરી શકે તેવું આયોજન થઈ રહ્યું છે.કેવડિયામાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા છે ત્યારે અહીંયા પણ એક રાષ્ટ્રીય કક્ષાનો રમતનું મેદાન બને તેવા તેમના દ્વારા પ્રયાસો થશે.

મેજર ધ્યાનચંદના પુત્ર મેજર અશોક ધ્યાનચંદે જણાવ્યું હતું કે તેઓના પિતા ઉપર બોલિવૂડના જાણીતા પ્રોડયુસર રોની સ્ક્રુવાલા બાયોપિક બનાવી રહ્યા છે.ઘણા વર્ષોથી કામ ચાલી રહ્યું છે પરંતુ વચ્ચે કોરોનાના કારણે કામગીરી અટકી ગઈ હતી.ફિલ્મની હવે તૈયારીઓ ચાલી રહી છે.તેમના પિતા પર જે ફિલ્મો બનવાની છે જેનો તેમના પિતાનો રોલ અમીર ખાન, સલમાન ખાન અથવા તો રણવીર કપૂર કરે એવી મારી ઇચ્છા છે.એમણે જણાવ્યું હતું કે જર્મનીમાં જઈને કેટલાની ટીમને હરાવી હતી અને તે વખતના દ્રશ્યોને કંડારવા અને ઘણી લાંબી જિંદગી છે.

તેઓ તે વખતે સેનામાં એક સામન્ય સોલ્જર હતા અને મેજર બન્યા ત્યાં સુધીની તેમની જે કહાની છે એને ફિલ્મે કંડારવી ખુબ જ અઘરી છે.હોકીની રમત માટેના મેદાનો ખૂબ ઓછા છે જેમાં પણ વધારો કરવામાં આવે અને તેને પ્રોત્સાહિત કરવામાં આવે તો હોકી ક્ષેત્રે ભારત વધુ પ્રગતિ કરી શકે.કારણ કે છેલ્લા 40 વર્ષથી ભારતમાં એક પણ વખત હોકીમાં મેડલ જીતી શક્યું નથી.

(10:40 pm IST)