ગુજરાત
News of Thursday, 21st March 2019

બારડોલી: ટ્રેનમાં દરવાજા પાસે ઉભેલ ઇજનેરના વિદ્યાર્થીને ગમખ્વાર અકસ્માત નડ્યો: માથું થયું ધડથી અલગ

બારડોલી:ભરૂચથી મેમુ ટ્રેનમાં બેસી સુરત જતા ૧૯ વર્ષના ઈજનેરી શાખાનો વિદ્યાર્થી ટ્રેનના દરવાજા પાસે ઉભો રહી મુસાફરી કરતા કીમ નજીક અકસ્માતે પોલ સાથે અથડાતા ધડથી માથું અલગ થઈ ટ્રેનનાં ડબ્બામાં પડયું હતું. જ્યારે ધડ રેલવે ટ્રેક પાસે પડી જવાનો ગમખ્તવાર અકસ્માત બન્યો હતો.

અમરેલીના લીલીયા તાલુકાના મોટા લીલીયાના બહારપુરામાં રહેતો દિવ્યાંગ ચીમનભાઈ ભાલાળા (ઉ.વ.૧૯) ભરૂચ ખાતે સરકારી ઈજનેરી કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.  અને કોલેજની હોસ્ટેલમાં રહેતો હતો. હોળીના તહેવારની રજા હોવાથી મંગળવારે દિવ્યાંગ ભાલાળા ભરૂચથી મેમુ ટ્રેનમાં બેસી સુરત ખાતે યોગીચોકમાં રહેતા કાકાને ત્યાં આવવા નીકળ્યો હતો.

(2:33 pm IST)