ગુજરાત
News of Thursday, 21st March 2019

વાપી : જય કેમિકલ કંપનીમાં જોરદાર બ્લાસ્ટ: બે મજૂરનાં મોત: પાંચ ગંભીર :કામદારોમાં રોષ

કંપની વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ પ્રકાશ ભદ્રાનીહોવાના હેવાલ :પોલીસ પહોંચી

વાપીની જીઆઈડીસી ખાતે આવેલી જય કેમિકલ નામની કંપનીમાં જોરદાર બ્લાસ્ટ થયો છે બ્લાસ્ટમાં બે મજૂરનાં મોત થયા છે. જયારે પાંચ જેટલા મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા છે. બ્લાસ્ટ અને મોતને પગલે કંપનીમાં કામ કરતા અન્ય કામદારોમાં રોષ ફેલાયો છે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

  મળતી વિગત મુજબ જય કેમિકલ નામની કંપની વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ પ્રકાશ ભદ્રાની હોવાના અહેવાલ મળે છે બે કામદારોનાં મોત થતા અન્ય કામદારોમાં રોષ વ્યાપી ગયો હતો. બ્લાસ્ટના સમાચાર મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે કંપનીની બહાર એકઠા થયેલા મજૂરોને રસ્તા પરથી ખસેડ્યા હતા. કામદારોના વિરોધને પગલે પરિસ્થિતિ વણસે તે પહેલા પોલીસે કાર્યવાહી કરીને મામલો થાડે પાડવાનો પ્રયાસ કર્યો હતો

(11:47 am IST)