ગુજરાત
News of Thursday, 21st March 2019

પાલનપુરની જુની આર.ટી.ઓ. નજીક બે ડમ્પર વચ્ચે અકસ્માત

પાલનપુર-આબુહાઈવે પર જુના આર.ટી.ઓ નજીક આજે બે ડમ્પરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે, સદ્‌નસીબે અકસ્માતમાં જાનહાનિની ઘટના  ટળી હતી  જુના આર.ટી.ઓથી રાજપુર તરફ જવાના માર્ગમાં ચાલી રહેલા રેલ્વેના કામમાં રેતી ભરીને આવતા ડમ્પરો બેફામપણે ચાલતા હોઈ અવાર-નવાર અહી ગમખ્વાર અકસ્માતો સર્જાય છે તેમાં વધુ એક અકસ્માત સર્જાતા હવે બેફીકરા ડમ્પર ચાલકો સામે કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે.

   અંગેની વિગત મુંબ આબુરોડ તરફથી આવી રહેલ બે ડમ્પરો પાલનપુર જુના આર.ટી.ઓ રાજપુર તરફ જવાના માર્ગ પાસે ઓવરટેક કરતા સમયે અથડાયા હતા. જેને પગલે એક ડમ્પરના આગળના ભાગનો ખુડદો બોલી ગયો હતો. બનાવને પગલે આસપાસમાંથી લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. જા કે આ ડમ્પર ટકરાયા તે સમયે કોઈ અન્ય વાહન અહીથી પસાર ન થતા મોટી જાનહાનિની ઘટના ટળી ગઈ હતી. જેને પગલે સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો

(10:43 am IST)