ગુજરાત
News of Thursday, 21st March 2019

ગુજરાતન લોકસભાની ૨૬ બેઠકો પર થશે ૩૯૫ કરોડ રૂપિયાનો ખર્ચ

કરદાતાઓ એક સાંસદ પાછળ રૂ ૧૫.૧૯ કરોડનો ખર્ચ કરશેઃ ભાડે વાહન લેવા, ફૂડ આપવા તથા ચૂંટણી માટે બીજી તૈયારીઓનો ખર્ચ વધ્યો

અમદાવાદઃ  આ વર્ષે ગુજરાતના કરદાતાઓ એક સાંસદ ચૂંટવા પાછળ રૂ. 15.19 કરોડનો ખર્ચ કરશે. એક વાર ચૂંટાયા બાદ આ સાંસદો સ્થાનિક વિસ્તાર વિકસાવવા પાછળ રૂ. 25 કરોડનો ખર્ચો કરશે. 2009 લોક સભા ચૂંટણી બાદ ચૂંટણી પંચનો ગુજરાતમાં થતી ચૂંટણી પાછળનો ખર્ચો 3.5 ગણો વધી ગયો છે. તેની સામે મતદાતાઓની સંખ્યામાં ખાસ વધારો થયો નથી.

ગુજરાતના ચીફ ઈલેક્ટોરલ ઑફિસર ડો. એસ મુરલી કૃષ્ણએ જણાવ્યું, “ચૂંટણીના ખર્ચાને વોટિંગની ટકાવારી સાથે જોડવો યોગ્ય નથી.” તેમણે જણાવ્યું કે વાહન ભાડે લેવાનો, ફૂડ આપવાનો અને ચૂંટણી માટે બીજી તૈયારી કરવાના ખર્ચા વધી ગયા છે.
તેમણે વધુમાં જણાવ્યું, “પોલિંગ બૂથની સંખ્યા વધી છે. પહેલા કોઈ માઈક્રો-ઓબ્ઝર્વર્સ નહતા. પાંચ હજાર જેટલા સંવેદનશીલ બૂથ પરથી લાઈવ વેબકાસ્ટિંગ કરવું પડે છે જેને કારણે ઈલેક્શન મેનેજમેન્ટની કિંમત વધી ગઈ છે.”

(10:22 am IST)