ગુજરાત
News of Thursday, 21st March 2019

સુરતના કડોદરામાં 7 વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મનો આરોપી

પોલીસે ૨૪ કલાકમાં જ નરાધમ યુવકને ઝડપી પાડી જેલ ભેગો કરી દીધો

 

સુરતના કડોદરામાં સાત વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મ ગુજારવાનો આરોપી ઝડપાયો છે બાળકીને 10 રૂપિયાની લાલચ આપીને દુષ્કર્મ આચરનાર નરાધન આખરે પોલીસ સકંજામાં આવ્યો છે. જોકે હાલ બાળકી સુરતની એક હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. દુષ્કર્મની ઘટનાથી સ્થાનીકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો.

સુરત ગ્રામ્ય પોલીસની જીલ્લા એલ.સી.બી અને જીલ્લા એસ..જી પોલીસે નરાધમ યુવકને ઝડપી પાડી જેલ ભેગો કરી દીધો હતો.

     બે દિવસ પહેલા કડોદરાના વરેલી વિસ્તારમાં નરાધમ યુવાને એક સાત વર્ષની બાળકીને પીખી નાખી હતી. હાલ બાળકી સારવાર હેઠળ છે અને આરોપી ફરાર હતો પરંતુ સુરત ગ્રામ્ય એલ.સી.બી અને એસ..જી પોલીસની ટીમ કામે લાગી હતી. પોલીસના હાથે સી.સી.ટી.વી હાથ લાગ્યા અને નરાધમ પોલીસની ગિરફતમાં આવી ગયો પોલીસ પૂછપરછમાં આરોપીએ અપહરણ અને બળાત્કારનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

(10:11 pm IST)