ગુજરાત
News of Thursday, 21st March 2019

ગુજરાત યુનિ,માં NSUI દ્વારા ધારાસભ્ય હસમુખ પટેલ સામે કથિત ભ્રષ્ટ્રાચારના પુરાવા રજુ કરાયા :કડક કાર્યવાહીની માંગ

 

અમદાવાદ: અમરાઈવાડી વિધાનસભાના ધારાસભ્ય હસમુખભાઈ પટેલ વિરુધ ગુજરાત યુનીવર્સીટીમાં NSUIના કાર્યકર્તાઓ દ્વારા કથિત ભ્રષ્ટાચારમાં સંડોવાયેલ હોવાના પુરાવા કરવાની સાથે ભાજપના કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓ પણ સંડોવાયા હોવાનો આક્ષેપ કરાયો હતો .

આજથી એક વર્ષ પહેલા હસમુખ પટેલની ભાગીદારીની શાળા જમાલપુરથી ખસેડી વસ્ત્રાલ કરવામાં આવી હતી. જે અંગે શાળાની ચકાસણી કરનાર નવનીત પટેલ અને શાળા ટ્રાન્સફરને મંજુરી આપનાર શિક્ષણ પ્રધાન વિરુધ પણ NSUIનાકાર્યકર્તાઓ દ્વારા પુરાવા રજુ કરવામાં આવ્યા હતા.

  શાળામાં કોઈ પણ પ્રકારનીસુવિધાઓ નથી, મેદાન નથી, કોઈ ક્લાસ રૂમ કે સ્ટાફ રૂમ નથી, ખોટા કરાર કરવામાં આવ્યા છે. જેને લઇ NSUIદ્વારા સાત મહિના પહેલા પણ સરપંચથી લઇ સંસદ અને શિક્ષણપ્રધાનથીલઇ મુખ્યપ્રધાન સુધી રજૂઆત કરવામાં આવી હતી પરંતુ ભાજપના ધારાસભ્ય હોવાથી તેમના ભ્રષ્ટાચારને દબાવવામાં આવ્યું છે અને કોઈ પગલા લેવામાં આવ્યા નથી. જેથી આજરોજ લેખિતમાં પુરાવા સાથે NSUIના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ દર્શાવવામાંઆવ્યા હતા અને શાળાની માન્યતા રદ થાય અને હસમુખ પટેલ તથા નવનીત પટેલ વિરુધ કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી.

(10:51 pm IST)