ગુજરાત
News of Wednesday, 21st March 2018

કાપોદ્રામાં તાપી બ્રિજ પરથી છલાંગ લગાવેલ યુવકને પોલીસે મહામહેનત બહાર કાઢ્યો

સુરતઃ કાપોદ્રામાં આવેલી તાપી બ્રિજ પરથી એક યુવાને નદીમાં છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, તાપી નદીમાં રહેલી જળકુંભીમાં ફસાઈ ગયો હતો. ત્યારબાદ ફાયર વિભાગે ભારે મહેનતે યુવકને તાપી નદીમાંથી બહાર કાઢ્યો હતો.

અમરોલી વિસ્તારમાં દીપક રાજુભાઈ ઓડ(..22) પરિવાર સાથે રહે છે. દરમિયાન આજે અગમ્ય કારણોસર કપોદ્રા ખાતે આવેલી બ્રિજ પર પહોંચી ગયો હતો. અને બ્રિજ પરથી તાપી નદીમાં છલાંગ લગાવી દીધી હતી. તાપી નદીમાં કૂદેલો યુવક જળકુંભીમાં ફસાઈ ગયો હતો. યુવકે છલાંગ લગાવી હોવાની જાણ રાહદારીઓને થતા ફાયર વિભાગના જાણ કરી હતી.

(6:28 pm IST)