ગુજરાત
News of Wednesday, 21st March 2018

અમદાવાદના સેટેલાઈટમાં નજર ચૂકવી ગઠિયાએ જવેલર્સમાંથી દાગીના સેરવીયા

અમદાવાદ:ના સેટેલાઇટ વિસ્તારમાં એની જ્વેલર્સમાં નજર ચૂકવી ચોરીની ઘટનાને અંજામ આપ્યાની ઘટના સામે આવી છે. 1 પુરુષ સહિત 2 મહિલાઓ દાગીના જોવાના બહાને વેપારીની સામે બેસે છે.

ત્રણેય લોકો એક પછી એક અનેક દાગીના જોવે છે અને તક મળતા એક દાગીનો સેરવી લે છે. જો કે મામલે બાદમાં જ્વેલરને જાણ થઈ હતી અને તેણે મામલે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ચોરીની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે, જેથી પોલીસે CCTV ફૂટેજ હાથ ધરી છે.

(6:23 pm IST)