ગુજરાત
News of Wednesday, 21st March 2018

સૌથી મોટી સંરક્ષણ ઉત્પાદન કરતી કંપની બનતી હિન્દુસ્તાન એરોનોટીકસ લિ.

અમદાવાદઃ હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ ભારતના સાત રાજયોમાં અને નવા સ્થાનોમાં ૨૦ ઉત્પાદન ડિવિઝન અને ૧૧ આરએન્ડડી કેન્દ્રો ધરાવે છે. HAL વિમાન, હેલિકોપ્ટર્સ, એરો- એન્જિન્સ, એકસેસરીઝ, એવિઓનિકસ અને સિસ્ટમસની ડિઝાઈન, ઉત્પાદન, રિપેર, ઓવરહોલ અને અપીગ્રેડમાં કુશળતા ધરાવે છે. અન્ય કંપનીઓની સરખામણીમાં HAL ની વિશેષતાએ છે કે તે સંરક્ષણ મંત્રાલય અને ડીઆરડીઓ સાથે લાંબા સમયથી સંબંધ ધરાવે છે. અમારા કામ કરવાનાં લાંબા ગાળાનાં ઈતિહાસનાં પરિણામ સ્વરૂપે અમે સારી એવી જાણકારી અને એરીનોટિકલ ઉદ્યોગ ખાસ કરીને ભારતમાં આ ઉદ્યોગ વિશે સમજણ વિકસાવી છે.

હિંદુસ્તાન એરોનોટિકલ લિમિટેડએ ભારતીય સંરક્ષણ ક્ષેત્રનું ઉજજળ ભવિષ્ય છે. HALની ઓર્ડર બુક રૂ.૬૮,૫૦૦ કરોડની છે. જેમાંથી આશરે ૧૩ ટકા ઓર્ડર સંરક્ષણ સેવાનાં છે. અત્યાર સુધી સંરક્ષણ ખરીદી પરિષદે ખરીદી માટે રૂ.૮૨૦ અબજનાં મૂડીગત ખર્ચને મંજૂરી આપી છે. જે HALનાં ઓર્ડર બુકમાં નોંધપાત્ર વધારો કરશે. તેમણે દેશનાં અંતરિયાળ વિસ્તારોમાં મહત્વાકાંક્ષી ઉડાન યોજના માટે હેલિકોપ્ટર્સ અને વિમાનનોનો પુરવઠો પણ પૂરો પાડયો છે.

(4:05 pm IST)