ગુજરાત
News of Wednesday, 21st March 2018

અમદાવાદમાં 'લવરાત્રી'ના સેટ પર આયુષ શર્મા પર વરસ્યો ચાહકોનો અઢળક લવ

લોકોએ શુટીંગ નિહાળી સેલ્ફી લીધીઃ બનેવીની ફિલ્મમાં સલમાન પણ કરશે ગેસ્ટ રોલ

મુંબઇ તા. ૨૧: સલમાન ખાન પોતાના હોમ પ્રોડકશનની ફિલ્મ 'લવરાત્રી' થકી પોતાના જીજાજીને હીરો બનાવી રહ્યો છે. આ ફિલ્મનું શુટીંગ અમદાવાદમાં પણ થઇ રહ્યું છે. સેટ પર આયુષને મળવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડતાં આયુષે બધા સાથે સેલ્ફી લઇ ફોટા પડાવ્યા હતાં. અગાઉ વડોદરામાં પણ આ ફિલ્મનું શુટીંગ થયું છે. ગુજરાતની પૃષ્ઠભૂમિ પરની આ ફિલ્મ નવરાત્રીમાં ૫ ઓકટોબરના રોજ રિલીઝ થશે. સલમાન ખાન પોતે પણ ગેસ્ટ રોલ નિભાવે તેવી ચર્ચા છે.

(1:02 pm IST)