ગુજરાત
News of Wednesday, 21st March 2018

રાજ્યમાં સરકારી અને ખાનગી આઇટીઆઇમાં 23 હજારથી વધુ બેઠકો ખાલી

-રાજ્યમાં 220 સરકારી અને 217 ખાનગી આઈટીઆઈ સંસ્થાઓ કાર્યરત :ખાલી બેઠકનો મુદ્દો વિધાનસભામાં ગાજ્યો

 

ગાંધીનગર ;રાજ્યમાં સરકારી અને ખાનગી આઇટીઆઇમાં ખાલી બેઠકનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ગાજ્યો હતો જેમાં આઇટીઆઇમાં અનેક જગ્યાઓ ખાલી હોવાના આંકડાઓ બહાર આવ્યા હતા જે મુજબ રાજ્યમાં કુલ 220 સરકારી અને 217 ખાનગી આઇટીઆઇ સંસ્થાઓ છે. જે પૈકી સરકારી આઇટીઆઇમાં 13 હજાર 469 બેઠકો ખાલી રહી છે જ્યારે ખાનગી આઇટીઆઇમાં 10 હજાર 467 બેઠકો ખાલી રહી છે.

 

  ખાનગી આઇટીઆઇમાં 8 હજાર 701 બેઠકો ભરાઇ હતી. ખાનગી આઇટીઆઇ કરતા સરકારી આઇટીઆઇમાં વધુ બેઠકો ખાલી રહી હતી. જોકે ખાનગી આઇટીઆઇમાં પણ 60 ટકાથી વધુ બેઠકો ખાલી રહે છે. તેમ છતાં સરકાર નવી ખાનગી સંસ્થાઓને દર વર્ષે મંજૂરી આપે છે.

(11:01 pm IST)