સુરતની 20 કરોડની લૂંટની તપાસમાં વરાછાની 14 લાખના હીરાની લૂંટનો ભેદ પણ ઉકેલાઈ ગ્યો
અમૃત મગન આંગડિયા પેઢીના ડિલિવરીમેન પાસે આરોપીઓએ 14 લાખના હીરાની લૂંટ કરાવી હતી
સુરતમાં 20 કરોડના હીરાની લૂંટની તપાસ દરમિયાન વરાછાની 14 લાખના હીરાની લૂંટનો ભેદ પણ ઉકેલાઈ ગયો છે રૂપિયા 20 કરોડના હીરાની લૂંટ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ બાદ અન્ય આરોપીઓને ઝડપવા તજવીજ શરૂ કરી છે સુરત પોલીસની એક ટીમ ઉત્તરપ્રદેશ જવા રવાના થઈ છે વરાછામાં પ્રિન્સેસ પ્લાઝામાં લૂંટનો આરોપી અરવિંદ પાંડેની ઓફિસમાંથી પોલીસને નકલી અને અસલી હીરા મળી આવ્યા.વરાછાના આંગડિયા લૂંટ કેસના હીરા પણ પોલીસે કબજે લીધા છે.
આરોપી અરવિંદ આ ઓફિસમાં પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ ઈલાઈટ ફાઉન્ડેશન ટ્રેનિંગ સેન્ટર નામથી એનજીઓ ચલાવતો હતો.પોલીસે આ ઓફિસમાંથી સરકારની વિવિધ યોજનાઓના સાહિત્ય કબજે કર્યા છે. અરવિંદની તપાસ દરમિયાન વરાછાં ચૌદ લાખના હીરાની લૂંટનો પણ ભેદ ઉકેલાયો હતો અમૃત મગન આંગડિયા પેઢીના ડિલિવરીમેન પાસે આરોપીઓએ 14 લાખના હીરાની લૂંટ કરાવી હતી.