ગુજરાત
News of Wednesday, 21st March 2018

અમદાવાદના રામોલમાં ૧૪ વર્ષની બાળા ઉપર ૧૯ વર્ષના પાડોશી યુવક દ્વારા દુષ્‍કર્મ

અમદાવાદઃ બોર્ડની પરીક્ષા આપવા માટે સંબંધીના ઘરે આવેલી બાળા ઉપર પાડોશી યુવકે દુષ્‍કર્મ આચરતા પોલીસે તેની ધરપકડ કરીને જેલહવાલે કરી દીધો છે.

રામોલ વિસ્તારમાં આવેલા સત્યમ આવાસ યોજનામાં એક 14 વર્ષની બાળા પોતાના સંબંઘીને ત્યાં બોર્ડની પરીક્ષા આપવામાં આવી હતી. દરમિયાન પડોશમાં રહેતા 19 વર્ષીય યુવાન કલ્પેશ નાઈની દાનત બગડતા, તેને ફોસલાવીને એકાંતમાં લઈ જઈ તેના પર બળાત્કાર ગુજારતા, આ ઘટનાના ઘેરા પ્રત્યાધાત પડ્યાં છે. આ મામલે પોલીસને જાણ કરાતાં, દોડી આવેલી પોલીસે બાળાને સારવાર માટે હોસ્પિટલ મોકલી, પડોશી યુવાન ક્લ્પેશ નાઈની ધરપકડ કરી લીધી છે. પોલીસે બળાત્કારનો ગુનો નોંધી વધું તપાસ હાથ ધરી છે.

(6:44 pm IST)