ગુજરાત
News of Wednesday, 21st March 2018

અમદાવાદની હોસ્પિટલમાં વૃદ્ધ દર્દીનું મોત નીપજતા મેડિલન્ક હોસ્પિટલમાં પરિવારજનોનો હોબાળોઃ મૃતદેહ સ્વિકારવાનો ઇન્‍કાર

અમદાવાદઃ અમદાવાદમાં આવેલ હોસ્પિટલમાં એક દર્દીનું મોત નીપજતા પરિવારજનોએ તબીબો સામે આક્ષેપ કરીને મૃતદેહ સ્વિકારવાનો ઇન્‍કાર કરી દીધો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદમાં આવેલી મેડિલિન્ક હોસ્પિટલમાં વિઠ્ઠલ રાદડિયા સારવાર લઈ રહ્યાં હતાં. જેમાં તેમની મોત થતાં પરિવારે હોસ્પિટલ પર આક્ષેપ લગાવ્યો હતો કે હાઈપ્રેશર ઓક્સિજન આપવાને કારણે ફેફસા ફાટી જવાને કારણે તેમની મોત નીપજી છે. દર્દીને MRI કરવા માટે સૂર્યમ ઈમેજિંગમાં લઈ ગયા હતા.

ગત જાન્યુઆરીમાં પણ આવો એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં એલ.જી હોસ્પિટલમાં ફેફસાની બીમારીથી દાખલ કરવામાં આવેલી બે વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બાળકીના પરિવારે ડોક્ટર પીધેલી હાલતમાં હોવાનો આરોપ લગાવ્યો હતો અને ડોક્ટરે પોતાના પર હુમલો કરાયો હોવાની ફરિયાદ પરિવાર વિરુદ્ધ નોંધાવી હતી. પોલીસે ડોક્ટરની દારૂ પીવા બદલ અને મૃતકના પરિવારના ત્રણ સભ્યોની ડોક્ટર પર હુમલો કરવા બદલ ધરપકડ કરી હતી. એલ.જી.ના પીડિયાટ્રીક વોર્ડમાં 2 વર્ષની બાળકી રૂહીને દાખલ કરવામાં આવી હતી. રૂહીને ફેફસાની તકલીફ હતી અને સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. પરિવારના સભ્યોને શંકા હતી કે ડોક્ટર જયંતભાઈ પટેલ (ઉં.30) દારૂ પીધીલી હાલતમાં હતો તેથી તેને પકડીને મારમારી તેની બેદરકારીથી જ બાળકીનું મોત થયાનો આરોપ લગાવ્યો હતો.

અમદાવાદમાં તબીબી બેદરકારીના કારણે એક દર્દીના મોતની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં શ્યામલ ચાર રસ્તા પર આવેલી મેડિલિન્ક હોસ્પિટલમાં દાખલ કરાયેલા 55 વર્ષીય વિઠ્ઠલ રાદડિયાનું એમઆરઆઇ કરાવ્યા પછી મોત હતું. આ મામલામાં મૃતકના પરિવારજનોનો આરોપ છે કે પોલીસે શરૂઆતમાં તેમની ફરિયાદ ન નોંધવાનું વલણ અપનાવ્યું હતું.

આ ઘટનાની વિગતો જોઈએ તો વિઠ્ઠલભાઈને છેલ્લા ત્રણ દિવસથી મેડિલિન્ક હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ હોસ્પિટલમાંથી તેમને એમઆરઆઇ કરાવવા માટે શિવરંજની પાસે આવેલી લેબોરેટરી સુર્યમ ઇમેજિંગમાં લઈ જવામાં આવ્યા હતા. પરિવારજનોનો આરોપ છે કે અહીં લેબની બેદરકારીથી તેમને હાઇપ્રેશરથી ઓક્સિજન આપવામાં આવ્યો હતો જેના કારણે ફેફસાં ફાટવાથી વિઠ્ઠલભાઈનું મૃત્યુ થઈ ગયું હતું. 

વિઠ્ઠલભાઈના મૃત્યુ પછી પરિવારજનોએ ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. આ મામલામાં વિવાદ વધતા આખરે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. 

(5:57 pm IST)