ગુજરાત
News of Friday, 21st February 2020

સુરતમાં કાપડના વેપારીને લોન અપાવવાની લાલચ આપી સીએએ 2.91 કરોડનો ચૂનો ચોપડતા ઠગાઇનો ગુનો દાખલ

સુરત: શહેરમાં રીંગરોડના કાપડ વ્યાપારીને ઘોડદોડ રોડની એક્સીસ બેંકના એકાઉન્ટમાં ઓવર ડ્રાફ્ટ લિમીટ વધારી અપાવવાના બ્હાને કોરા કાગળો પર સહી કરાવી તેનો દુરપયોગ કરી રૂા. 2.91 કરોડ પોતાના અને પત્નીના નામની પેઢીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લેનાર ભેજાબાજ વરાછાના સી. એ (ચાર્ટડ એકાઉન્ટન્ટ) વિરૂધ્ધ ઉમરા પોલીસ મથકમાં ઠગાઇની ફરિયાદ નોંધાય છે.

 

રીંગરોડ સ્થિત અંબાજી માર્કેટમાં પંકજ ક્રિએશન નામે કાપડનો વ્યાપાર કરાત પંકજ મહાવીરપ્રસાદ જૈન (ઉ.વ. 42 રહે. રતન અંશ એપાર્ટમેન્ટ, ધીરજ સન્સની બાજુમાં, વેસુ) નો ચાર વર્ષ અગાઉ મિત્ર હસ્તક વરાછાના સી. એ પ્રતીકકુમાર લાલજી મેઘાણી (રહે. વરાછા) સાથે થયો હતો. વર્ષ 2017માં પંકજને ધંધા માટે આર્થિક જરૂરિયાત ઉભી થતા પ્રતીકનો સી. એ હોવાથી તેની સલાહ લીધી હતી અને પંકજની કોટક બેંકમાં દોઢ કરોડની કેશ ક્રેડિટ લિમીટ હોવાના ડોક્યુમેન્ટ્સ જોઇ ઘોડદોડ રોડની એક્સીસ બેંક શાખામાં પોતાની વગ હોવાનું કહી ઓવર ડ્રાફટ લોન અપાવવાની લાલચ આપી હતી.

(5:36 pm IST)