અમદાવાદના જુહાપુરામાં વિદ્યાર્થિનીનું ત્રણ બુકાનીધારી શખ્શો દ્વારા કારમાં ફિલ્મીઢબે અપહરણ :ચાલુ કારે કુદતા યુવતીને ઇજા
અપહરણકર્તાઓની ચુંગલમાંથી છુટવા બહાદુરીથી કારનો દરવાજો ખોલી રોડ પર ઝંપલાવ્યું
અમદાવાદ: જુહાપુરામાં રોયલ અકબર ટાવર નજીક ધોરણ ૧૧મા ભણતી વિદ્યાર્થીનીને ગત મોડી રાત્રે ઇકો કારમાં આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ ફિલ્મીઢબે અપહરણ કરતા ચકચાર મચી ગઇ છે. બુકાનીધારી અપહરણકર્તાઓના ચુંગલમાંથી વિદ્યાર્થિનીએ હિંમત દાખવીને ચાલુ કારમાંથી બહાર ઝંપલાવ્યું હતું. જેમાં તેનો આબાદ બચાવ થયો છે.જોકે તેણીને ઇજા થઇ હતી ઇજાગ્રસ્ત વિદ્યાર્થિની તેના ઘરે ગઇ હતી અને ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. વેજલપુર પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
આ અંગેની વિગત મુજબ જુહાપુરમાં રહેતી એક ૧૬ વર્ષિય સગીરા ૧૧મા ધોરણમાં અભ્યાસ કરે છે અને તેના ઘરની થોડેક દૂર આવેલા ટ્યૂશન ક્લાસિસમાં સાંજે ટ્યૂશન માટે જાય છે. હાલ પરીક્ષા નજીક હોવાથી તે ટ્યૂશન ક્લાસિસમાં ઓવરટાઇમ અભ્યાસ કરે છે. ગઇ કાલે રાત્રે આઠ વાગ્યાની આસપાસ સગીરા ટ્યૂશન ક્લાસિસથી તેના ઘરે ચાલતી ચાલતી આવતી હતી તે સમયે એક સિલ્વર કલરની ઇકો કાર તેની પાસે આવી હતી. જે ફિલ્મમાં વાનમાં આવેલા શખ્સો લોકોનું અપહરણ કરે તેવી જ રીતે ઇકો કારમાં આવેલા ત્રણ બુકાનીધારી શખ્સોએ સગીરાનું જાહેર રોડ પરથી અપહરણ કરી લીધુ હતું. અપહરણ કર્યા બાદ કાર પુરઝડપે જતી રહી હતી.
થોડેક દૂર જઇને કાર ધીમી પડી ત્યારે સગીરાએ અપહરણકર્તાઓના ચુંગલમાંથી છુટવા માટે બહાદુરીથી કારનો દરવાજો ખોલી દીધો હતો અને ઝંપલાવ્યું હતું. સગીરા રોડ પર પટકાઇ હતી જ્યારે અપહરણકર્તા કાર લઇને નાસી ગયા હતા. જમીન પર પટકાતાં સગીરા ઇજાગ્રસ્ત થઇ હતી