ગુજરાત
News of Thursday, 21st January 2021

અમદાવાદના ગોતા નજીક શ્રીજી એસ્ટેટમાં ફર્નિચરના ગોડાઉનમાં આગ: ફાયરબ્રિગેડની ૧૨ ગાડીઓ પહોંચી

અમદાવાદના એસજી હાઇવે પર ગોતા નજીક શ્રીજી એસ્ટેટમાં આવેલા ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. ફાયરબ્રિગેડની ૧૨ જેટલી ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. ફાયરના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા છે. ફર્નિચરમાં આગ લાગી હોવાના કારણે આગ વધુ પ્રસરી છે. આગ લાગવાનું કારણ હજી જાણવા મળ્યું નથી

(8:53 pm IST)