સુરતના ડિંડોલીમાં બાઈક પર આવેલ ત્રણ શખ્સો સુપરવાઈઝરને આંતરી મોબાઈલ તફડાવી છૂમંતર.....
સુરત: શહેરના ડિંડોલી સાંઈ પોઇન્ટ બિલ્ડીંગ પાસે મંગળવારે રાત્રે બાઈક ઉપર આવેલા ત્રણ યુવાનો પૈકી પાછળ બેસેલા યુવાને લેબર સુપરવાઈઝરનો રૂ.3500 ની કિંમતનો મોબાઈલ ફોન આંચકી લેતા લેબર સુપરવાઈઝરે તેમનો પીછો કર્યો હતો. જોકે, મોબાઈલ ફોન આંચકી લેનાર યુવાને લેબર સુપરવાઈઝરને ચપ્પુ મારતા ડાબા પડખા,છાતી, ડાબા ખભા અને જમણા હાથની આંગળી ઉપર ઇજા થઈ હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ડિંડોલી છઠ તળાવની સામે માનસરોવર સોસાયટી ઘર નં.345 માં રહેતો અને ઉધનામાં ફેબ્રીકેશન કંપનીમાં લેબર સુપરવાઈઝર તરીકે નોકરી કરતો 42 વર્ષીય કલ્પેશ ધનસુખભાઇ મિસ્ત્રી ગત મંગળવારે રાત્રે 10.30 વાગ્યે નોકરીએથી છૂટી ઘરે જવા માટે રીક્ષામાં ડિંડોલી સાંઈ પોઇન્ટ બિલ્ડીંગ પાસે ઉતર્યો હતો. ચાલતા ચાલતા તેણે ભાઈ મનીષને ફોન કરી તેડવા આવવા કહ્યું હતું. તે સમયે જ સામે ડિંડોલી બસ સ્ટેન્ડ પાસેથી બાઈક ઉપર ત્રણ યુવાનો તેની નજીક આવ્યા હતા અને પાછળ બેસેલા યુવાને તેના હાથમાંથી રૂ.3500 ની કિંમતનો મોબાઈલ ફોન આંચકી લીધો હતો અને ભાગ્યા હતા.