ગુજરાત
News of Thursday, 21st January 2021

સુરતના ગોડાદરા વિસ્તારમાં સાડીના વેપારીનો પુત્ર 11માં માળેથી નીચે પટકાતા કમકમાટીભર્યું મોત:પરિવારની માથે આભ ફાટ્યું

સુરત: શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતા સાડીના વેપારીનો પુત્ર પોતાના ઘરના 11 માં માળના ધાબા ઉપરથી પટકાતા મોતની ઘટનાને પગલે તેના પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

સ્મીમેર હોસ્પિટલથી પાસેથી મળતી માહિતી મુજબ ગોડાદરા ખાતે આવેલ પ્રમુખ આરણ્ય હાઈટ્સમાં રહેતા અરવિંદ શુશીલકુમાર કોઠારીનો 17 વર્ષીય પુત્ર લક્ષ કોઠારી બુધવારે બપોરે બિલ્ડિગનાં 11માં માળના ટેરેસ ઉપરથી રહસ્યમય સંજોગોમાં નીચે પટકાયો હતો તેને શરીના અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

(5:07 pm IST)