ગુજરાત
News of Tuesday, 21st January 2020

ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા ટ્રેન્ટ ગામમાં નિબંધ અને ચિત્ર સ્પર્ધા યોજાઇ

શ્રી સ્વામિનારાયણ સ્કૂલ ટ્રેન ખાતે વિદ્યાર્થીઓએ નિબંધ અને ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા ) વિરમગામ : સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ડો.જીગરભાઈ ઇનામદાર અને હરેશભાઈ મચ્છરના માર્ગદર્શન મુજબ શ્રી સ્વામિનારાયણ સ્કૂલ ટ્રેન્ટ ગામ ખાતે નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત રાજ્ય યુવક બોર્ડના સંયોજક જગદીશભાઈ રાવળ અને રસિકભાઈ કોળી અને ટ્રેન્ટ ગામના આચાર્ય સંજયભાઈ સહીત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે 

(7:36 pm IST)