અમદાવાદના કઠલાલ વિસ્તારમાં યુવતીએ લગ્ન માટે મનાઈ કરતા ઉશ્કેરાયેલ પડોશીએ યુવતી સહીત પરિવારના અન્ય સભ્યો પર જીવલેણ હુમલો કરતા ગુનો દાખલ
અમદાવાદ: શહેરનાકઠવાડા વિસ્તારમાં યુવતીએ લગ્નનો ઇન્કાર કરતા ઉશ્કેરાયેલા પડોશીઓએ યુવતી સહિત પરિવારના સભ્યો ઉપર જીવલેણ હુમલો કર્યો હતો અને મકાન ખાલી કરીને જતા રહેજો નહીતર જીવતા છોડીશું નહી કહીને ધમકી આપી હતી.આ ઘટના અંગે નિકોલ પોલીસે ચાર શખ્સો સામે ગુનોે નોધી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી.ડી ઝાલાના જણાવ્યા મુજબ કઠવાડા ખાતના ે એપાર્ટંમેન્ટમાં રહેતી યુવતીના પરિવારજનોએ પડોશમાં રહેતા યુવક સાથે લગ્ન કરવાની ના પાડી હતી. આ બાબતે યુવતીના પરિવારજનો અને પડોશી સાથે ગઇકાલે મોડી રાતે તકરાર થઇ હતી. જેને લઇને યુવક સહિત પડોશીઓએ ભેગા મળીને યુવતી તથા તેના ભાઇ અને ભાભી પર હુમલો કરીને તમામને ઢોર માર માર્યો હતો. એટલું જ નહી મકાન ખાલી કરીને જતા રહેજો નહીતર જીવતા રહેવા દઇશું નહી કહીને ધમકી આપી હતી. આ બનાવ અંગે નિકોલ પોલીસે પડોશીઓ સહિત ચાર શખ્સો સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવક યુવતીને એક તરફી પ્રેમ કરતો હતો અને લગ્નની વાત પણ કરી હતી જેને લઇને આ ઘટના બની હતી.