ગુજરાત
News of Wednesday, 7th April 2021

INS ૪૦% તુટી ચુક્યું છે, મ્યૂઝિયમ કેવી રીતે બનાવશો

સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો : તમારી ભાવનાને અમે સારી રીતે સમજીએ છીએ પરંતુ તે ૪૦% તોડી નંખાયા બાદ જહાજમાં લાક્ષણિકતા રહી નથી

ભાવનગર,તા. :  આઈએનએસ વિરાટથી સંબંધિત કેસમાં સુપ્રીમ કોર્ટએ સંકેત આપ્યા છે કે, તે યુદ્ધપોત આઈએનએસ વિરાટને તોડવા પર લાગેલા પ્રતિબંધને હટાવી શકે છે. ફેબ્રુઆરી ૨૦૧૭માં નૌ સેનામાંથી રિટાયર્ડ થયા બાદ ઐતિહાસિક પોત તોડવા પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો હતો. મુંબઈ બેઝ્ડ કંપનીને સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે પોતાના પર્યાવરણ રિપોર્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે. હવે મામલે સુનવણી આગામી સપ્તાહમાં થશે.   અલંગ સ્થિત જહાજ આઈએનએસ વિરાટનો સર્વે રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાયો હતો. ગોવાની ખાનગી કંપનીની અરજી સંદર્ભે આઈએનએસ વિરાટને ભાંગવા પર પ્રતિબંધ મૂકાયો હતો. ત્યારે સોમવારે સર્વેયર દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટ બાદ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, આઈએનએસ વિરાટનો ૩૫ થી ૪૦ હિસ્સો તોડી નાંખવામાં આવ્યો છે.

ખુલ્લી હરાજીમાં ૩૯.૫૪ કરોડ જેવી મોટી રકમ આપી તેને ખરીદવામાં આવ્યું છે. તેના બાદ તેનો અમુક હિસ્સો દૂર કરી દેવામાં આવ્યો છે, તેથી હવે તેના ભાંગવા પર રોક લગાવવી જોઈએ નહિ૬૨ વર્ષ જુના આઈએનએસ વિરાટને મ્યૂઝિયમમાં રૂપાંતરિત કરવા ખાનગી કંપની તેને ગોવા લઈ જવા માંગે છે. ત્યારે ખાનગી કંપની દ્વારા આગ્રહ કરવામાં આવ્યો હતો કે, તેને સારા નિષ્ણાતોની મદદ લઈને તેનું ફરી સમારકામ કરાવીશું. ત્યારે મામલે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, તમારી ભાવનાઓને અમે સારી રીતે સમજીએ છીએ. પરંતુ હવે તે ૪૦% તોડી નંખાયા બાદ જહાજમાં લાક્ષણિકતા રહી નથી.

જોકે સુપ્રીમ કોર્ટે ખાનગી કંપનીને વધુ સમય આપ્યો છે અને આઈએનએસ વિરાટ અંગે વધુ સુનાવણી ૧૨ એપ્રિલે હાથ ધરવા જણાવ્યું છે. આમ, સુપ્રીમ કોર્ટે સેવાનિવૃત્ત થયેલ વિમાનવાહક યુદ્ધપોત આઈએનએસ વિરાટના તોડવાની હાલની સ્થિતિ પર રિપોર્ટ માંગ્યો છે. સાથે તેને મ્યૂઝિયમ બનાવવાની યોજના પર પણ માહિતી માંગી છે. યુદ્ધજહાજ વર્ષ ૨૦૧૭ માં રિટાયર્ડ થયું હતું, તે પહેલા નૌસેના માટે ૨૯ વર્ષ કાર્યરત રહ્યું હતું. ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં વિરાટને તોડવાની પ્રોસેસ કરાઈ હતી. ત્યારથી તેને તોડવાનીપ્રોસેસ ચાલી રહી છે. ભાવનગરના અલંગની કંપની શ્રીરામ ગ્રૂપે ૩૯.૫૪ કરોડ રૂપિયામાં તેને ખરીદ્યું હતું. તેના બાદ સપ્ટેમ્બરમાં તેને તોડવાની પ્રોસેસ કરાઈ હતી.

(10:04 pm IST)