ગુજરાત
News of Monday, 22nd February 2021

દહેગામ-બાયડ રોડ નજીક ટ્રકની હડફેટે મોપેડ સવાર બે યુવાને ઘટનાસ્થળેજ દમ તોડતા પરિવારમાં શોકનો માહોલ

ગાંધીનગર:જિલ્લાના હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે આજે સવારે દહેગામ-બાયડ રોડ ઉપર ટ્રકની અડફેટે મોપેડ સવાર બે યુવાન મિત્રોના ઘટના સ્થળે મોત નીપજયા હતા. અકસ્માતની ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. દહેગામ પોલીસને ઘટના અંગે જાણ થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી હતી.  

જિલ્લામાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે અને તેમાં ખાસ કરીને હાઈવે માર્ગો ઉપર આંતરે દિવસે સર્જાતા અકસ્માતોમાં મૃત્યુઆંક પણ વધી રહયો છે ત્યારે દહેગામ બાયડ રોડ ઉપર આજે સર્જાયેલી અકસ્માતની ઘટનામાં બે યુવાનોના મોત નીપજયા હતા. ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે દહેગામના મોટી મસ્જિદ પાસે રહેતો ૧૮ વર્ષીય યુવાન શાહીલ શૌકતભાઈ સૈયદ તથા તેનો મિત્ર જયેશ જીજે-૧૮-ડીએચ-૭૧૯૦ નંબરનું મોપેડ લઈને દહેગામ બાયડ રોડ ઉપર લવાડ તરફ જતાં હતા. તે દરમ્યાન ઉમિયા સોસાયટી નજીક ટ્રક નં.જીજે-૦૧-સીઝેડ-૩૧૦૮ના ચાલકે તેમના મોપેડને ટક્કર મારી હતી. અકસ્માતમાં બન્ને મિત્રો રોડ ઉપર પટકાતાં શરીરે ગંભીર ઈજાઓના કારણે તેમના સ્થળ ઉપર મોત નીપજયા હતા. અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને અંગે દહેગામ પોલીસને જાણ થતાં પોલીસ ટીમ પણ સ્થળ ઉપર પહોંચી હતી. અકસ્માતની ઘટના અંગે મૃતક શાહીલના પિતા શૌકતભાઈ સૈયદે દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૃ કરી હતી. 

(6:04 pm IST)