ગુજરાત
News of Monday, 22nd February 2021

ગાંધીનગર : શેરથામાં અડાલજ પોલીસે દરોડા પાડીને ઘઉંના પીપમાં સંતાડેલ વિદેશી દારૂના જથ્થાની 107 બોટલ જપ્ત કરી યુવાનની ધરપકડ કરી

ગાંધીનગર:જિલ્લા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજયની ચૂંટણી યોજાવાની છે જેને અનુલક્ષી પોલીસ દ્વારા પ્રોહીબીશન ડ્રાઈવ પણ શરૃ કરવામાં આવી છે. જે અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૃની હાટડીઓ ઉપર દરોડાની કામગીરી કરવામાં આવી રહી છે જયારે વિદેશી દારૃ ભરીને જતાં વાહનો પણ કબ્જે કરવામાં આવી રહયા છે. ત્યારે અડાલજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે શેરથા ગામના ચેહર માતાજીના મંદિર પાસે રહેતા મહેશ શનાજી ઠાકોર દ્વારા તેના ઘરે વિદેશી દારૃનો જથ્થો સંતાડવામાં આવ્યો છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડતાં તેના મકાનની ઓસરીમાં ઘઉં ભરેલા પીપમાંથી વિદેશી દારૃની નાની મોટી ૧૦૭ બોટલ મળી આવી હતી. દારૃ સંદર્ભે પુછતાં મહેશે કહયું હતું કે શેરથા ગામમાં રહેતાં શૈલેષજી કેશાજી ઠાકોરે તેને અઠવાડીયા પહેલા દારૃનો જથ્થો સંતાડવા આપ્યો હતો અને જે પેેટે બે હજાર રૃપિયા પણ ચુકવ્યા હતા.

હાલ તો અડાલજ પોલીસે વિદેશી દારૃ મળી ૧૧૩૯૭નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધીને વધુ તપાસ શરૃ કરી છે. 

(6:03 pm IST)