ગુજરાત
News of Monday, 22nd February 2021

વીરપુરમાં હાઇવે ચોકડી પર બમ્પ બનાવવા માટે સ્થાનિક લોકોની માંગણી:અકસ્માતના બનાવમાં ભરખમ વધારો થતા કરવામાં આવી અપીલ

વિરપુર: તાલુકામાં બેન્ક ઓફ બરોડા સામે હાઈવે ચોકડી આવેલી છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ચોકડી ઉપર અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે. આવા અકસ્માતોમાં લોકોએ જીવ ગુમાવ્યા હોવાની ઘટનાઓ પણ ઘટી છે. વિસ્તારમાં રહેતા રહીસોપાસેથી મળતી માહિતી પ્રમાણે ચોકડીની આસપાસનો વિસ્તાર લોકોથી ભરચક રહેતો હોવાથી અને હાઈવે જોડાયેલો હોવાથી અહીં ખૂબ ભીડ હોય છે તો સાથે પૂરપાટ ઝડપે દોડતાં વાહનોને લીધે અહીં અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે તેવી ફરિયાદ સ્થાનિક નાગરિકોમાં ઊઠી છે.અહીં રહેતા લોકોએ જણાવ્યા પ્રમાણે ચોકડીની આસપાસ બેન્ક ઓફ બરોડા, મહાલક્ષ્મી પાર્ક સોસાયટી, યોગેશ્વર પાર્ક સોસાયટી જેવા મોટા રહેવાસી વિસ્તાર અને અનેક દુકાનો આવેલી છે. કારણે એક તરફ અહીં ચોવીસ કલાક મોટી સંખ્યામાં લોકોની આવ-જા રહેતી હોય છે તો બીજી તરફ હાઈવે ચોકડીને લીધે પૂર ઝડપે આવી રહેલાં વાહનો ચોકડી પર બમ્બ હોવાને લીધે અવારનવાર લોકોને અડફેટે લેતાં હોવાનું નાગરિકો જણાવી રહ્યા છે.

 સ્થાનિકો દ્વારા અનેકવાર લેખિત-મૌખિક રજૂઆત દ્વારા અહીં બમ્બ બનાવવાની માગણી મૂકવામાં આવી છે પણ હજી સ્થાનિક તંત્રના પેટનું પાણી હલ્યું હોવાની બૂમરાણ લોકોમાં મચી છે. વિરપુર બેન્ક ઓફ બરોડા હાઈવે ચોકડી પાસે વધુ અકસ્માતો નિવારવા વહેલીતકે બમ્પ બનાવી દેવામાં આવે તેવી લોકમાગણી પ્રબળ બની છે.

(6:00 pm IST)