ગુજરાત
News of Monday, 22nd February 2021

નડિયાદ તાલુકાના વીણા ગામે નદીના પટ્ટમાં ચાલતા જુગારધામ પર પોલસીએ દરોડા પાડી 6 શખ્સોને ઝડપી પાડયા

નડિયાદ:તાલુકાના વીણા ગામ નદીના પટ્ટમાં ચાલતા જૂગારધામ પર સ્થાનિક પોલીસે દરોડો પાડયો હતો. બનાવ અંગે નડિયાદ રૂરલ પોલીસે વ્યક્તિઓ વિરુધ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નડિયાદ રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં નિકળી હતી તે સમયે બાતમી મળી હતી કે વીણા ગામની નદીના પટ્ટમાં કેટલાક લોકો પોતાના અંગત ફાયદા માટે પત્તા પાનનો જૂગાર રમી રહ્યા છે. જે અનુસંધાને પોલીસ ટીમે બાતમી આધારિત સ્થળે દરોડો પાડયો હતો.

જેમાં ચાર વ્યક્તિઓને ઝડપી પાડયા હતા.જ્યારે બે વ્યક્તિઓ પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયા હતા.જેમાં સલીમ ઉર્ફે જનતા ઉસ્માન વ્હોરા,જાકીર હુસેન મહંમદ દિવાન,મહંમહદ શફી ઉર્ફે ચાંગ ગુલામનબી શેખ,યાકુબખાન હુસેનખાન પઠાણ ઝડપી પાડયા હતા.જ્યારે કાલુમીયા નામદારમીયા ભંડેરી અને મહેબુબમીયા મહંમહદમીયા શેખ પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ થયા હતા. ઉપરોક્ત ઝડપાયેલ વ્યક્તિઓની અંગઝડતી કરતા રોકડ રૂા.૪૪૩૦,દાવ પરથી રૂા.૧૧૩૦,મોબાઇલ ફોન કિ.રૂા. કિ.રૂા.૨૦૦૦ એમ મળી કુલ રૂા.૭૫૩૦ નો મૂદ્દામાલ જપ્ત કર્યો હતો. બનાવ અંગે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:58 pm IST)