સુરતના સચિન વિસ્તારમાં નશો કરવાના મુદ્દે ઠપકો આપતા બે દિવસ પહેલા એસિડ ગટગટાવી ગયેલ પતિનું સારવાર દરમ્યાન મોત
સુરત:સચિનમાં દારૂ પીવાના મુદ્દે ઠપકો આપતા બે દિવસ પહેલા એસિડ ગટગટાવી ગયેલા પતિનું સારવાર દરમિયાન રવિવારે મોત થયું હતું. નવી સિવિલ હોસ્પિટલની મળેલી વિગત મુજબ સચિનના સાઈનાથ સુડા સેક્ટરમાં બાબુલાલ ગોડાના મકાનમાં રહેતા 45 વર્ષીય શિવરામ હરિશ્ચંદ્ર પાણીગ્રાહી ગત તારીખ 20 મી બિલ્ડિંગના ટોયલેટમાં જય એસિડ ગટગટાવી ગયા હતા.
આ અંગે જાણ તેમના પરિચિત ન થતાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં સારવાર દરમિયાન ગઈ કાલે સવારે તેમનું મોત નિપજ્યું હતું પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે શિવરામ પ્રાઇવેટ નોકરી કરતા હતા તેમની દારૂ પીવાની કુટેવ હોવાથી અવાર-નવાર દારૂ પીને ઘરે આવતા હતા.
જેથી પત્નીએ તેમને દારૂ પીવાની ના પાડતી હતી છતાં તે દારૂ પીને આવ્યા હતા જેથી તેની પત્નીએ તેને ઠપકો આપ્યો હતો જેના લીધે પતિને માઠું લાગી આવતા આ પગલું ભર્યું હતું આ અંગે સચિન પોલીસે તપાસ હાથ ધરી છે.