ગુજરાત
News of Monday, 22nd February 2021

સૂર્યા સ્પોર્ટસ એકેડેમી દ્વારા SGVPગુરુકુલ સહજાનંદ વિન્ટર કપ-૭ માં સાંઇબાબા ઇલેવન ક્રિકેટ ટીમ વિજેતા ૩૧૦૦૦ રોકડ ઇનામ-વિજેતા ટિમને

અમદાવાદ તા.૨૨ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ અને એસજીવીપી સૂર્યા સ્પોર્ટસ અેકેડેમી દ્વારા સહજાનંદ વિન્ટર કપ-૭ ઓલ ગુજરાત ઓપન ડે  ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવેલ, જેમાં ગુજરાતભરની ૪૮ ટીમોએ ભાગ લીધો હતો.

જેમાં સાંઇબાબા ઇલેવને શ્રી ઇલેવન અમદાવાદ ટીમને ૧૦ રને હરાવી જીત મેળવતા સૂર્યા એકેડેમી સુરજપુર-કચ્છના ટ્રસ્ટી  શ્રી આર.એસ.પટેલ, પ્રિન્સીપાલ શ્રી શર્મા અને SGVPગુરુકુલના કનુભગતના  હસ્તે પ્રથમ વેિજેતા ટીમ સાંઇબાબા ઇલેવનને ૩૧૦૦૦ રોકડ અને ટ્રોફી  અને રનર્સ અપ ટીમ શ્રી ઇલેવનને ૧૬૦૦૦ રોકડ પુરસ્કાર અને ટ્રોફી અેનાયત કરવામા આવી હતી.

મેન ઓફ ધ મેચ રાકેશ કહાર, બેસ્ટ બેટ્સમેન ભરત ભરવાડ અને બેસ્ટ બોલર મનીષ ઓડ રહેલ છે.

આ પ્રસંગે દ્રોણેશ્વર ગુરુકુલ નૂતન પ્રાર્થના મંદિરના ખાતમૂહુર્તમાં પધારેલ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ ટેલિફોન દ્વારા આશીર્વાદ આપતા  જણા્વ્યુ હતું કે, આ ટુર્નામેંટમાં જેણે જેણે ભાગ લીધો છે તે તમામને અભિનંદન.

જીતને ખેલદિલી પૂર્વક સ્વીકારીએ અને સાથે સાથે હારને પણ ખેલદીલી પૂર્વક સ્વીકારીએ. હારથી નિરાશ ન થવું ને જીતથી ગર્વ ન કરવો. ચાલો સૌ સાથે મળી મા ભારતનું ગૌરવ વધારીએ.

કાર્યક્રમની તમામ વ્યવસ્થા કુંજવિહારીદાસજી સ્વામીની આગેવાની નીચે, ઘનશ્યામભાઇ સુવા અને ભરતભાઇ પટેલ અને કલ્પેશભાઇ પટેલ સંભાળેલ.

(4:51 pm IST)