ગુજરાત
News of Monday, 22nd February 2021

ખેડા કલેકટરનો ચાર્જ રમેશ મેરજાની સુપ્રત

રાજકોટ, તા. રર : ખેડાના જિલ્લા કલેકટર શ્રી આઇ.કે. પટેલ બિમારીમાં સપડાતા પખવાડીયા માટે તેમનો હવાલો ત્યાંના નિવાસી અધિક કલેકટરશ્રી રમેશ મેરજાને સુપ્રત કરાયો છે. તેઓ આઇ.એ. એસ. કેડરના અધિકારી છે. જિલ્લાના મુખ્ય વહીવટી અધિકારી તરીકે જવાબદારી સંભાળવાની પ્રથમ વખત તક મળી છે. ભૌગોલિક અને વહીવટી દૃષ્ટિએ જિલ્લાથી ખુબ પરિચિત છે.

(1:16 pm IST)