ગુજરાત
News of Monday, 22nd February 2021

ભારત-ઈંગ્લેન્ડ ક્રિકેટ શ્રેણી પહેલાં અમદાવાદમાં ક્રિકેટ કાર્નિવલ શરૂ : યુવાઓમાં જબરો ઉત્સાહ

સ્ટાર સ્પોર્ટસે દ્વારા "ક્રિકેટ કા રાસ" થીમ પર સાબરમતી રિવરફ્રન્ટના વૉટર સ્પોર્ટસ નજીક ક્રિકેટ કાર્નિવલ

અમદાવાદ : ભારત અને ઈંગ્લેન્ડ સિરીઝનો રોમાંચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ પર ત્રીજી પીંક બોલ ટેસ્ટ યોજાવા ગુજરાત તરફ આવી રહ્યો છે. આ મેચ મોટેરા સ્ટેડિયમ ખાતે પ્રથમ ઈન્ટરનેશનલ મેચ બની રહેશે. 'સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ' 'મોટેરા સ્ટેડિયમ' તરીકે જાણીતું છે. આગામી પીંક બોલ ટેસ્ટ અને ટી20I સિરીઝની ઉજવણી કરવા માટે સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા અમદાવાદ શહેરમાં ક્રિકેટના ઉત્સવને જીવંત બનાવવા માટે અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્ટાર સ્પોર્ટસે દ્વારા "ક્રિકેટ કા રાસ" થીમ પર અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટના વૉટર સ્પોર્ટસ નજીક ક્રિકેટ કાર્નિવલનું શનિવારના રોજ શરૂઆત કરાઇ છે. આ કાર્નિવલમાં મુલાકાતીઓ રવિવારના રોજ સવારે 9-00 વાગ્યાથી રાત્રે 10-00 વાગ્યા સુધી મુલાકાત લઈ શકશે. આ કાર્નિવલમાં ક્રિકેટ રસિકોને આવકારવા પ્રવેશ દ્વારની કમાનો પર લાલ, ગુલાબી અને વ્હાઈટ કલરના બૉલ્સના કટ-આઉટ લગાવવામાં આવ્યા છે, જે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ-મોટેરામાં રમાનારી ક્રિકેટ મેચ ફોર્મેટનું પ્રતિક રજૂ કરે છે. ક્રિકેટ કાર્નિવાલમાં સેલ્ફી પોઈન્ટસ અને ખેલાડીઓના કટ-આઉટ વગેરે મુકવામાં આવ્યા છે. સંગીત અને લાઈટીંગનો સમન્વય કરીને ક્રિકેટ રસીયાઓ "ક્રિકેટ કા રાસ" ની ઉજવણી કરશે.

(11:59 am IST)