ગુજરાત
News of Monday, 22nd February 2021

વિજય વિકાસનો જ થશે : સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીમાં ભાજપ મજબૂત ગઢ બનશે : અમતિભાઇ શાહે અમદાવાદમાં પરિવાર સાથે મતદાન કર્યું : પૌત્રીની આંગળી પકડીને મતદાન બુથ સુધી ચાલીને આવ્‍યા

રાજકોટઃ કાલે સવારથી ગુજરાતની છ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાય હતી. શાંતિપૂર્ણ રીતે છ એ છ જગ્‍યાએ મતદાન થયું હતું. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર , રાજકોટ અને ભાવનગરમાં ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત વચ્‍ચે મતદારો મતદાન કર્યુ હતું.. કેન્‍દ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહએ કાલે અમદાવાદ ખાતે પરિવાર સાથે મતદાન કર્યું હતું. મતદાન બાદ શ્રી અમિતભાઈ શાહે જણાવ્‍યું હતું કે ,વિજય વિકાસનો જ થશે , સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીમાં ભાજપ મજબૂત ગઢ બનશે. અમિતભાઈ શાહે અમદાવાદમાં પરિવાર સાથે મતદાન કર્યું હતું અને પૌત્રીની આંગળી પકડીને મતદાન બુથ સુધી ચાલીને આવ્‍યા હતા.

(10:23 am IST)