ગુજરાત
News of Monday, 22nd February 2021

સુરતમાં PAAS અને BTP કાર્યકરો વચ્ચે બબાલ :અલ્પેશ કથિરીયાએ પૂછ્યું કોણ છો તમે : જવાબમાં કહ્યું -તું કોણ છે

અલ્પેશ કથિરીયાએ કહ્યું તુંકારો કેમ આપે છે. જે બાબતે બંને વિરુદ્ધ બોલાચાલી

સુરતમાં મતદાન પ્રક્રિયા સમયે બબાલ થઈ હતી. પાટીદાર નેતા અલ્પેશ કથિરીયા પણ મારામારીમાં સામેલ હોવાની વાત સામે આવી છે. PAAS-BTPના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ હતી. PAASના કાર્યકરોએ ગાડીમાં તડફોડ કરી હોવાનો આક્ષેપ લાગ્યો છે. તો સાથે BTPના ચૂંટણી એજન્ટોને માર માર્યો હોવાની પણ વાત છે.

સુરતના મોટા વરાછાના વોર્ડ નં-2માં બબાલ થઈ હતી. જેમાં પાટીદાર નેતા અલ્પેશ કથિરીયા પણ મારામારી સામેલ હોવાના આક્ષેપ લાગ્યા છે. વાઈરલ થેયલા વીડિયોમાં PAAS નેતા અલ્પેશ કથિરીયા દેખાયા છે. 5 ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે

સુરતના વોર્ડ-નં 2માં અલ્પેશ કથિરીયા અને તેના સમર્થકો પહોંચ્યા હતા. જ્યાં એક કારમાં બેસેલા વ્યક્તિ દ્વારા વીડિયો ઉતારવામાં આવી રહ્યો હતો. જેને જોઈ અલ્પેશ કથિરીયાએ તેની પાસે પહોંચી પૂછ્યું કે, કોણ છો તમે, કારમાં બેસેલા વ્યક્તિએ કહ્યું કે, તું કોણ છે. અલ્પેશ કથિરીયાએ કહ્યું કે, તુંકારો કેમ આપે છે. જે બાબતે બંને વિરુદ્ધ બોલાચાલી થઈ હતી. કારમાં બેસેલા વ્યક્તિએ કહ્યું કે, છોટુભાઈ વસાવાને ઓળખે છે

(10:35 pm IST)