ગુજરાત
News of Monday, 29th June 2020

વલસાડ જિલ્લામાં વધતો કોરોનાનો કહેર : વધુ ચાર કેસ પોઝિટિવ નોંધાયા : વાપીમાં ત્રણ અને વલસાડના કોસંબામાં એક કેસ

વાપીમાં બે પુરુષ અને એક મહિલાને કોરોના વળગ્યો : કોસંબાના પારધી ફળિયામાં પુરુષને પણ કોરોના

(કાર્તિક બાવીશી દ્વારા  )વલસાડ જિલ્લામાં કોરોનાના વધુ ચાર કેસ નોંધાયા છે જેમાં કોરોનાના હબ બની ચૂકેલા વાપીમાં 3 અને વલસાડના કોસબામાં 1 કેસ નોંધાયો છે.અત્યાર સુધી જિલ્લામાં સૌથી વધુ 71 કેસ વાપી તાલુકામાં નોંધાયા છે.આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ સોમવારે નોંધાયેલા કેસોમાં કોસંબા,પારધી ફળિયું, વલસાડ 44 વર્ષીય પુરુષ, વાપી શ્રીનાથજી પાર્ક,બલિઠા 42 વર્ષીય પુરુષ, વાપી નહેરુ સ્ટ્રીટ 54 વર્ષીય મહિલા, ગોકુળધામ,ચણોદ કોલોની,વાપી માં 30 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે.આરોગ્ય વિભાગે અત્યાર સુધી 5329 સેમ્પલો લીધા છે,જે પેકી 5196 નેગેટિવ અને 133 પોઝિટિવ નોંધાયા છે.તો હાલે 74 દર્દીઓ સારવાર હેઠળ છે,અને અત્યાર સુધી 52 લોકોને રજા આપી દેવામાં આવી છે.જિલ્લાનો રિકવરી રેટ 39.1 ટકા છે
 

(8:16 pm IST)