ગુજરાત
News of Monday, 29th June 2020

વડોદરા:પાણીગેટ વિસ્તારમાં મેદાનમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા:6જુગારીઓની 63 હજારની મતા સાથે ધરપકડ

વડોદરા: શહેરના પાણીગેટ અજબડીમિલ પાસે મેદાનમાં જુગારધામ ચલાવતા નામચીન બે ભાઇના અડ્ડા પર પીસીબી પોલીસે રેઇડ પાડતા નાસભાગ મચી ગઇ હતી. પોલીસે જુગારીઓને ૬૩ હજારની મત્તા સાથે ઝડપી પાડયા છે

પીસીબી પોલીસની ટીમે મળેલી માહિતીના આધારે પાણીગેટ અજબડીમીલ નજીક મેદાનમાં ચાલતા અન્નુભઇના જુગારધામ પર દરોડો પાડયો હતો. અન્નુ ઉર્ફે અફઝલભાઇ પઠાણ અને તેના ભાઇ હુસેન (બન્ને રહે. યાકુતપુરા) સ્થળ પર મળી આવ્યા હતા. જ્યારે સ્થળ પરથી જુગારીઓ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. પોલીસે જુગારીઓ પાસેથી ૬૩ હજારની મત્તા જપ્ત કરી છે. પકડાયેલા જુગારીઓમાં () નદીમ જાફરભાઇ શેખ (રહે. વુડાના મકાનમાં સોમાતળાવ) () મનુ વિરજીભાઇ ચૌહાણ (રહે. વાડી મોહન હાડવૈદનો ખાચો) () રવિ રમણભાઇ માછી (રહે. કિશનવાડી) () દિવ્યાંગ નટવરભાઇ રાજપૂત (રહે. વાડી પોમલી ફળિયુ) () સંતોષ ઉર્ફે સંજય શંકરભાઇ વસાવા (રહે. ગણેશનગર ડભોઇ રોડ) અને () રીફાકતઅલી અકબરઅલી શેખ (રહે. અજડીમીલ પાસે પાણીગેટ) .

(6:12 pm IST)