ગુજરાત
News of Monday, 29th June 2020

ભાજપ દ્વારા વિધાનસભા પેટાચુંટણીની રણનિતી ઘડવા બેઠકઃ જુદા-જુદા આગેવાનોને બેઠક વાઇઝ જવાબદારીઓ સોંપાશે

અમદાવાદ : કોરોના સંકટ વચ્ચે આવી રહેલી પેટા ચૂંટણીઓ જીતવા ભાજપે અત્યારથીજ તૈયારીઓ શરૂ કરી છે સપ્ટેમ્બર મહિનાના પહેલા સપ્તાહમાં ચુંટણી યોજાય તેવી શકયતાઓને ધ્યાનમાં રાખીને ભાજપે આ કવાયત શરૂ કરી છે.

કોંગ્રેસના પ પૂર્વધારાસભ્યો શનિવારે ભાજપમાં જોડાયા બાદ આજે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ  ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક મળી વર્ષ ર૦૧૯ માં સંગઠન સંરચના દરમિયાન કોર ગ્રુપની બેઠક મળ્યા બાદ આજે ટ મહિના બાદ આ બેઠક મળી છે આ બેઠકમાંં રાષ્ટ્રીય સહસંગઠન મંત્રી વી.સતીષ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મૂખ્યમંત્રી નીતીન પટેલ અને કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા પણ જોડાયા હતા. પાર્ટી સુત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં જિલ્લા પ્રમાણે સરકારના મંત્રીઓ અને સંગઠનના હોદ્દેદારોને જવાબદારી સોંપવામાં આવી છે. સરકારના મત્ંરીઓની વાત કરવામાં આવે તો ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કૌશિક પટેલ, આર.સી.ફળદુ, સૌરભ પટેલ, ગણપતિસિંહ વસાવા, કુંદરજી બાવળિયા, પ્રદિપસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ઇશ્વર પટેલને જુદા જુદા જિલ્લાની જવાબદારી આપવામાં આવશે.

આ સાથે પ્રદેશના મહામંત્રીઓ, ઉપાધ્યક્ષ અને સિનિયર નેતાઓને પેટાચુંટણીની જવાબદારી સોંપાઇ છે. ભાજપ સરકારના ૮ મંત્રીઓને જુદી-જુદી આઠ વિધાનસભાની જવાબદારી સોંપાઇ છે આ મંત્રીઓની સાથે-સાથે પ્રદેશના નેતાઓને પણ જવાબદારી સોંપાશે એક મંત્રી અને બે પ્રદેશના નેતાઓને પણ જવાબદારી સોંપાશે એક મંત્રી અને બે પ્રદેશના નેતાઓ સાથેની એક ટીમ તૈયાર કરવામાં આવશે જેમને વિધાનસભાની બેઠક પ્રમાણેની જવાબદારી આપામાં આવશે.

(6:01 pm IST)