ગુજરાત
News of Saturday, 23rd May 2020

અમદાવાદના નાના ચીલોડામાં શ્રી પંડિતજીના ઢાબામાં પાન-તમાકુનું વેંચાણ કરનાર સામે કાર્યવાહીઃ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી

અમદાવાદઃ એક તરફ લૉકડાઉન ચાલી રહ્યું છે તો બીજીતરફ અનેક લોકો તમાકુ, પાન, બીડી જેવી વસ્તુનું ગેરકાયદેસર રીતે વેચાણ કરી રહ્યાં છે. આવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો નાના ચિલોડામાં આવેલા શ્રીપંડિતજીના ઢાબામાં તમાકુનું વેચાણ થઈ રહ્યું હોવાનું સામે આવ્યું હતું. આ વીડિયો વાયરલ થયા બાદ નરોડા પોલીસે હોટલ પર દરોડા પાડ્યા હતા. ત્યાં હાજર રહેલા કર્મચારીઓ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગત અનુસાર થોડા દિવસ પહેલા નાના ચિલોડામાં આવેલા પંડિતજી ઢાબામાંથી પાન-મસાલા વેચવાનો વીડિયો વાયરલ થયો હતો. આ માહિતી મળતા પોલીસ ત્યાં પહોંચી હતી. જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે પણ મસાલાનું વેચાણ થઈ રહ્યું હતું. પોલીસે ગજાનંદ શર્મા નામના વ્યક્તિ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ ક્યો હતો. પોલીસે આ વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી જામીન પર છોડી દીધો હતો.

(4:13 pm IST)