ગુજરાત
News of Friday, 22nd May 2020

લોકડાઉન હળવું થતા બુટલેગરોને મોકળું મેદાન : સુરતમાં પીસીબીના દરોડા : બે દિવસમાં રૂં ,7,88 લાખના દારૂ સાથે બે બુટલેગરો ઝડપાયા

સુરત : કોરોના વાયરસના સંક્રમણને પ્રસરાતું અટકાવવા માટે સરકાર દ્વારા લૉકડાઉન અપાયું હતું  લૉક઼ડાઉનમાં હવે ચોથા તબક્કામાં ગુજરાત સરકારે છૂટછાટ  આપી છે. સરકારે વેપાર ધંધા માટે લૉકડાઉન હળવું કરતા જ હવે સુરત શહેરમાં ભૂગર્ભમાં ઉતરી ગયેલા બૂટલેગરોને જાણે મોકળું મેદાન મળ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. જોકે બૂટલેગરો સક્રિય થતા પોલીસ પણ ચુસ્તકામગીરી કરી રહી છે. શહેરમાં છેલ્લા બે જ દિવસમાં પીસીબીએ દરોડા પાડીને 7.88 લાખનો દરૂ ઝડપી અને બે બૂટલેગરોને ઝડપી પાડ્યા છે.

  કોરોના વાયરસને લઇને લોકડાઉન વચ્ચે બુટલેગર પોલિયાની દુકાન ચાલુ રાખી હતી અને દારૂ પણ ગુટખા અને મસાલાની જેમ કળા બજારીમાં માં વેંચતા હતા જોકે કોરોના લઇને સરકાર દ્વારા ચોથા તબક્કાના લૉકડાઉન વચ્ચે છૂટછાટ આપતા બુટલેગર ફરી શક્રિય થઈને ફરી પોતાની દુકાન શરૂ કરી છે અને દારૂનું વેચાણ કરી રહ્યા છે, તેવામાં સુરતની પીસીબી પોલીસે બે દિવસ પહેલાં સુરત ના ભેસ્તાન રેલવે સ્ટેશન નજીક ઉમ્મીદ નગર આવાસના બિલ્ડીંગ નં. 13 ના રૂમ નં. 10માંથી બુટલેગર રઇશ ઉર્ફે ડબ્બુ અબ્દુલગની શેખને ત્યાં દરોડા પાડી રૂા. 88 હજારનો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો.

   જોકે પીસીબી પોલીસે દરોડા પાડ્યા બાદ સચિન પોલીસ પણ હરકતમાં આવી હતી અને અને આજ બુટલેગરના બીજા ઠેકાણાને સચિન પોલીસે શોધી નાખી ઉમ્મીદ નગર આવાસના બિલ્ડીંગ નં. 11 ના રૂમ નં. 4 માં દરોડા પાડયા હતા. પોલીસને બાતમી મળી હતી કે પીસીબીએ જે બુટલેગરનો દારૂ ઝડપી પાડયો છે તે રઇશ ઉર્ફે ડબ્બુનો વધારેનો દારૂનો જથ્થો બિલ્ડીંગ નં. 11 ના રૂમ નં. 4 માં છુપાવેલો છે. જેથી પોલીસે દરોડા પાડી વિદેશી બનાવટનો અલગ-અલગ બ્રાન્ડની દારૂની બોટલ અને બિયરના ટીન ની બોટલ નંગ 2148 કિંમત રૂા. 7.88 લાખની મત્તાનો જથ્થો કબ્જે લઇ શાહનવાઝ ઉર્ફે બંટા ઉર્ફે સોનુ અખ્તર શેખની ધરપક્ડ કરી છે.

જયારે ગુલામ દસ્તગીર અલ્લાહબક્ષ અંસારી, રઇશ ઉર્ફે ડબ્બુ અબ્દુલગની શેખ અને શંકર ઉર્ફે નાના અન્ના શિંદેને વોન્ટેડ જાહેર કર્યા હતા આમ બે દિવસ માં બે અલગ લગ પોલીસ દ્વારા એકજ બુટલેગરનો દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી હતી

(11:27 am IST)