ગુજરાત
News of Wednesday, 25th March 2020

કોરોના એલર્ટ : રાજપીપળા શહેરની કેટલીક બેંકો બહાર ગ્રાહકોની ભીડ જોખમરૂપ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાંની બેંક બહાર ગ્રાહકોની લાંબી કતારો લાગતી હોય કોરોના જેવી મહામારી વચ્ચે આવી ભીડ ક્યારેક કોઈ વ્યક્તિ માટે જોખમરૂપ સાબિત થઈ શકે છે.જોકે અમુક કલાક જ બેન્કો ખુલ્લી હોવાથી લોકોની ભીડ થાય એ બાબત સ્વાભાવિક છે પરંતુ હાલની સ્થિતિમાં જ્યારે નર્મદા જિલ્લામાં એક પણ કોરોના પોઝીટીવ દર્દી નથી ત્યારે આવી ભીડ જોખમ કારક હોય બેંક અધિકારીઓ એ આ માટે કોઈ વિકલ્પ કાઢી ટોકન નંબર કે અન્ય રીતે ભીડ ઓછી કરવા પ્રયાસ કરવો જોઈએ.

(8:14 pm IST)