ગુજરાત
News of Wednesday, 25th March 2020

અમદાવાદમાં એકઠા થઇને કે ટોળા વળીને બેસે નહીં તે માટે બાંકડા સહિતની બેસવાની વસ્‍તુઓ ઉંધા વાળી દીધીઃ પોસ્‍ટર લગાવીને અપીલ

અમદાવાદ: વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસને પગલે સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. લોકોને સ્વયંભુ આઇસોલેટેડ રહેવા માટેની અપીલ કરવામાં આવી છે. સોસાયટીમાં લોકો એકત્ર થઇને બેસે નહી અને ટોળે વળે નહી તે માટે બાકડા સહિતની બેસવાની તમામ વસ્તુઓ જેવી કે બાકડા સહિતની વસ્તુઓને ઉંધી પાડી દેવામાં આવી છે. સોસાયટીનાં ઓટલાઓ પર પણ માટી કે રેતી પાથરી દેવામાં આવી છે જેથી લોકો અહીં બેસી ન શકે. ઉપરાંત સોસાયટીમાં પોસ્ટર લગાવીને પણ અપીલ કરવામાં આવી રહી છે.

હાલ જ્યારે લોકડાઉનની સ્થિતી જોવા મળી રહી છે ત્યારે લોકોને ન માત્ર બહાર નિકળવા પરંતુ સોસાયટીમાં પણ નહી નિકળવા માટે અપીલ કરવામાં આવી રહી છે. સોસાયટીઓમાં પણ ટોળા કરીને નહી બેસવા માટે જણાવવામાં આવ્યું છે. કલમ 144 અનુસાર ક્યાંય પણ 3થી વધારે લોકોનાં એકત્ર થવા પર પ્રતિબંધ છે. ઉપરાંત સોસાયટીનાં કોમ એરિયામાં બાળકોને રમવા પણ નહી જવા દેવા માટેની અપીલ કરવામાં આવી છે. પરિવારનાં લોકો માત્ર અને માત્ર ઘરમાં રહે તે ખુબ જ જરૂરી છે.

(4:12 pm IST)